અદાણી ગ્રીન એનર્જીએ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરી

અમદાવાદઃ દેશની સૌથી મોટી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ પ્રતિ કલાક ૩.૩૭ ગિગાવોટ ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત કરી છે, જે ચીનની બહાર તહેનાત વિશ્વની સૌથી મોટી અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અમલમાં મુકાયેલી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ છે આ તહેનાતીમાં માર્ચ, ૨૦૨૬માં આરંભ કરાયેલી પ્રતિ કલાક ૧.૩૭ ગિગાવોટની ક્ષમતા સામેલ છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજની તહેનાતીમાંનો એક એવો આ પ્રકલ્પ ઓન-સાઇટ બાંધકામ શરૂ થયાના માત્ર ૧૦ મહિનામાં જ  શરૂ કરવામાં આવ્યો હતો.

અદાણી ગ્રીનનો ઇરાદો નાણા વર્ષ ૨૭માં પ્રતિ કલાક ૧૦ ગિગાવોટથી વધુ બેટરી સ્ટોરેજ ક્ષમતા ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં તેને પ્રતિ કલાક ૫૦ ગિગાવોટ સુધી લઈ જવાનો છે. પ્રતિ કલાક ૩.૩૭ ગિગાવોટની ક્ષમતાનું કંપનીનું બેટરી સ્ટોરેજ દિવસભર લગભગ દસ લાખ ઘરોને વીજળી આપવા માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ ઊર્જા સંગ્રહ કરીને ઇન્દોર, ચંદીગઢ અથવા ગોવા રાજ્ય જેવાં શહેરોની ટોચની વીજળી માગને પોષીને દસ કલાક સુધી સતત ૧૨ મિલિયનથી વધુ LED બલ્બને પ્રજ્વલિત રાખી શકે છે. બેટરી સ્ટોરેજ રિન્યુએબલ હેવી ગ્રીડને સ્થિર રાખી ચોવીસ કલાક હરિત ઊર્જા પહોંચાડવામાં મદદ કરનાર આ વ્યવસ્થા ગેમ ચેન્જર પુરવાર થશે.

કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  સાગર અદાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ઊર્જા  સંક્રમણના આગામી તબક્કામાં મોટા પાયે ઊર્જા સંગ્રહના ક્ષેત્રમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે. નવીનીકરણીય ઊર્જા ઉત્પાદનની ક્ષમતામાં ઝડપથી થઈ રહેલા વધારાના પરિપ્રેક્ષ્યમાં ભરોસાપાત્ર ચોવીસ કલાક સ્વચ્છ ઊર્જા પહોંચાડવા માટે સ્ટોરેજનું સુગ્રથિત માળખું મહત્વનું બની રહે છે. તેમણે કહ્યું હતું કે ખાવડામાં પ્રતિ કલાક ૩.૩૭ ગિગાવોટ ક્ષમતાની સ્ટોરેજ સિસ્ટમની શરૂઆત સાથે સ્થિતિસ્થાપક, પ્રદાનપાત્ર અને લવચિક ઊર્જા પ્રણાલીઓનો પાયો કંપની મજબૂત કરી રહી છે ત્યારે બેટરી સ્ટોરેજમાં અમારાં મૂડીરોકાણો વૈશ્વિક સ્તરે ભવિષ્યના તૈયાર સ્વચ્છ ઊર્જા માળખાનું નિર્માણ કરવા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

લિથિયમ-આયર્ન બેટરી ટેક્નોલોજી સાથે અદ્યતન ઊર્જા વ્યવસ્થાપન પ્રણાલીઓ સાથે સંકલિત આ પ્રકલ્પ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ગ્રીડની પ્રતિભાવને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં ક્રાંતિકારી છે. ગુજરાતના ખાવડા ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત કંપનીનો બેટરી સ્ટોરેજ પ્રકલ્પ મારફત ૨૦૨૯ની સાલ સુધીમાં ૩૦ ગિગાવોટની ક્ષમતા વિકસાવી રહ્યું છે. જેમાંથી 9.9 GW પહેલેથી જ કાર્યરત છે.