અમદાવાદઃ અદાણી ગ્રુપે દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં પોતાની હાજરી વધારવાની દિશામાં પગલું ભરતાં સરકાર પાસે એરલાઇન બિઝનેસમાં રોકાણ કરવાની મંજૂરી માગી છે. અહેવાલ મુજબ ગ્રુપના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) જુગેશિન્દર રોબી સિંહે જણાવ્યું હતું કે ભારતમાં 60 કરોડથી વધુ લોકો પાસે હવાઈ મુસાફરી કરવાની ક્ષમતા છે, પરંતુ આ માટે દેશમાં દરરોજની ફ્લાઇટ્સની સંખ્યા હાલના સ્તરથી લગભગ 10 ગણી વધારીને 30,000 કરવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે એરલાઇન ક્ષેત્રના વિકાસ માટે અદાણી ગ્રુપ સરકાર પાસે આ ક્ષેત્રમાં રોકાણ કરવાની મંજૂરી માગી રહ્યું છે. ગ્રુપ કોઈ ફંડ, અન્ય એરલાઇન કંપની અથવા એવા ઉદ્યોગ સાહસિકને પણ આ ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરવા માગે છે, જે એરલાઇન બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોય.
STORY | Adani Group seeks government nod to invest in airline sector: CFO
The diversified Adani group, which runs multiple airports across the country, has requested the government to allow it to invest in the airline sector, a top official said on Friday.
Adani Group Chief Financial Officer Jugeshinder Robbie Singh said the group’s airport business is expected to be ready for listing from a business-model perspective in calendar year 2027.
READ: https://t.co/VkrouC4AsC
— Press Trust of India (@PTI_News) November 27, 2026
ઇન્ડિયા ડેટ કેપિટલ માર્કેટ સમિટની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન સિંહે જણાવ્યું હતું કે દેશમાં હવાઈ મુસાફરીની માગ અને સંભાવનાઓ ઘણી મોટી છે. આવી સ્થિતિમાં એરલાઇન ક્ષેત્રમાં વધુ કંપનીઓની ભાગીદારી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ગ્રુપ સરકાર પાસે ઓછામાં ઓછા રોકાણની મંજૂરી આપવા વિનંતી કરી રહ્યું છે, જેથી તે એરલાઇન કંપનીઓના વિકાસમાં મદદ કરી શકે.

દેશનાં આઠ એરપોર્ટનું સંચાલન કરે છે અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપ પહેલેથી જ દેશના ઉડ્ડયન માળખામાં મોટી હાજરી ધરાવે છે. ગ્રુપ દેશમાં આઠ એરપોર્ટનું સંચાલન કરે છે. તેમાં મુંબઈ અને નવી મુંબઈ ઉપરાંત અમદાવાદ, લખનૌ અને ગુવાહાટીના એરપોર્ટનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ દ્વારા દેશમાં કુલ હવાઈ મુસાફરોની અવરજવરમાં એક ચતુર્થાંશથી વધુ હિસ્સો અદાણી ગ્રુપ ધરાવે છે. આવી સ્થિતિમાં એરલાઇન ક્ષેત્રમાં રોકાણની મંજૂરી મળતાં ગ્રુપની ભૂમિકા ઉડ્ડયન વ્યવસાયના અન્ય ક્ષેત્રોમાં પણ વધી શકે છે.




