અદાણીએ એલ્યુમિનિયમ પ્રકલ્પ સ્થાપવા IHC સમૂહ સાથે ભાગીદારી કરી

ભુવનેશ્વરઃ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) અને અબુ ધાબી સ્થિત કુદરતી સંસાધન રોકાણ પ્લેટફોર્મ અને 2PointZero દ્વારા IHC ગ્રુપની કંપની ઇન્ટરનેશનલ રિસોર્સિસ હોલ્ડિંગ (IRH) એ ​​ખનિજસમૃદ્ધ ઓડિસ્સા રાજ્યમાં એક સંકલિત ગ્રીનફીલ્ડ એલ્યુમિનિયમ પ્રકલ્પ વિકસાવવા માટે ઓડિશા સરકાર સાથે સમજૂતી કરાર પર આજે હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત અદાણી એન્ટરપ્રાઇઝઅને IHCની પેટા કંપની IRH પ્રસ્તાવિત પ્રકલ્પ માટે ૫0:૫0 હિસ્સાનું સંયુક્ત સાહસ બનાવશે.

ઓડિશાનું ધાતુના ક્ષેત્રમાં સૌથી મોટું આશરે રુ.૧.૦૮લાખ કરોડનું ભારતમાં વિદેશી પ્રત્યક્ષ પ્રસ્તાવિત રોકાણ ભારતનું સૌથી મોટું વિદેશી પ્રત્યક્ષ રોકાણ હોવાની આશા છે. સક્ષમ માળખાકીય સુવિધાઓથી સમર્થિત આ પ્રકલ્પમાં વાર્ષિક ચાર મિલિયન મેટ્રિક ટન એલ્યુમિના રિફાઇનરી, બે મિલિયન મેટ્રિક ટન એલ્યુમિનિયમ સ્મેલ્ટર, ૪000-મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને એક મિલિયન મેટ્રિક ટન ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ પાર્ક સામેલ છે, જેનાથી બાંધકામ અને સંલગ્ન કામગીરીમાં લગભગ ૫૩,૫00 નોકરીઓનું સર્જન થશે તેવી અપેક્ષા છે.

તાજેતરનાં વર્ષોમાં અદાણી સમૂહ અને IHC એ ઊર્જા, ટ્રાન્સમિશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભાગીદારીને આધારે વ્યૂહાત્મક મજબૂત સંબંધો વિકસાવ્યા છે. IRH સાથેનું આ નવું સંયુક્ત સાહસ ભારત માટે IHC દ્વારા અગાઉ જાહેર કરાયેલા અબજો ડોલરની રોકાણ વ્યૂહરચનામાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન છે, જે ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસને ટેકો આપતાં વ્યૂહાત્મક રીતે મહત્વનાં ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે સમૂહની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા સંગીન બનાવે છે.

ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માજી, ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન અને ઓડિશા સરકારના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં IHCના મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડના સભ્ય તથા CEO,  સૈયદ બસર શુએબ, IRHના CEO અલી રાશીદ અલ રાશદી અને ePointZeroના CEO મોહમ્મદ હેશમ ઉપસ્થિત રહ્યા હતા. અદાણી સમૂહ વતી અદાણી પોર્ટ્સ અને સેઝના મેનેજિંગ ડિરેક્ટર અને અદાણી સિમેન્ટના ડિરેક્ટર કરણ અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું હતું કે વૈશ્વિક એલ્યુમિનિયમ સપ્લાય ચેઇનમાં ઓડિશાના આજે પ્રવેશ સાથે ધાતુઓ અને ખનિજ આધારિત ઉદ્યોગો માટે ઓડિશા હવે એલ્યુમિનિયમ અને મૂલ્યવર્ધિત ઉત્પાદન માટે દેશનું અગ્રણી વૈશ્વિક કેન્દ્ર બનવા માટે સજ્જ છે.

અદાણી પોર્ટ્સ અને સેઝના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અદાણી સિમેન્ટના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પ્રકલ્પ લાંબા ગાળાના ઉત્પાદન સ્થળ તરીકે ઓડિશામાં અમારો વિશ્વાસ દર્શાવે છે. અદાણી સમૂહ અને IHC ગ્રુપ વચ્ચે પ્રસ્તાવિત સંયુક્ત સાહસ અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે ઓડિશા સરકારના સહયોગમાં રોજગારીનું સર્જન, મૂલ્યવર્ધિત ઉત્પાદનનો વિસ્તાર અને ભારતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવતી એક સંકલિત એલ્યુમિનિયમ ઇકોસિસ્ટમ અમે બનાવીશું.

વિશ્વની સૌથી મોટી રોકાણ કંપનીઓમાંની એક IHC પાસે ૨૩૩ બિલિયન ડોલરનું બજાર મૂડીકરણ છે અને ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ, નાણાકીય સેવાઓ અને ગ્રાહકને આવરી લેતી ૧૩00થી વધુ પેટા કંપનીઓનો પોર્ટફોલિયો છે.