ગાંધીનગર: એગ્રી એશિયાની 14મી આવૃત્તિ અને ડેરી લાઇવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સ્પો (DLP એશિયા)ની 13મી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી. જેને રેડીકલ કોમ્યુનિકેશન્સ (ઇન્ડિયા), એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (AMMA-ઇન્ડિયા), ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન (GPDFA) તેમજ સહયોગીઓ IFFCO અને GUJCOMASOL સાથે મળીને કરી. આ ઈવેન્ટ આગામી 18 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.
આ વર્ષે, ડી.એલ.પી. એશિયા ૨૦૨૫માં પ્રથમવાર વિશિષ્ટ પૉલ્ટ્રી પેવિલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. જે બ્રૉઇલર પૉલ્ટ્રી ફાર્મર્સ એસોસિયેશન (Global Welfare Foundation) અને લેયર પૉલ્ટ્રી એસોસિયેશન (United Peoples Foundation)ના સહયોગથી યોજાશે.
૨૦૧૦થી એગ્રી એશિયા એ ગુજરાતના ખેડૂતો અને એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સને નવિન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સ્ટાર્ટઅપ ઇનોવેશન સુધી સીધી પહોંચ અપાવી છે. આ કાર્યક્રમ પરંપરાગત ખેતી અને આધુનિક ઉકેલ વચ્ચેનો પુલ બનીને ઉત્પાદકતા, નફાકારકતા અને ટકાઉપણું વધારવામાં મદદરૂપ બન્યો છે.
શા માટે જોડાવું?
- ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય કૃષિ અને અનુસંગી ક્ષેત્રના એક્ઝિબિશન અને કોન્ફરન્સ.
- ૨૫૦+ પ્રદર્શકો અને ૧,૦૦,૦૦૦+ મુલાકાતીઓની હાજરીની અપેક્ષા, જેમાં કેન્યા, ઇથિઓપિયા, ઇરાન, પોલેન્ડ, ઓમાન સહિતના આંતરરાષ્ટ્રીય ખરીદદારોનો સમાવેશ.
- ૧૫,૦૦૦+ ચો.મી. વિસ્તારમાં ત્રણ આધુનિક પ્રદર્શની હોલ.
- સહ-કાર્યક્રમો: ડી.એલ.પી.ઈ., કૃષિ-ડેરી-પૉલ્ટ્રી સેમિનાર્સ અને લોકપ્રિય ગાય સ્પર્ધા (બીજો સંસ્કરણ).
- નવો હોલ લોન્ચ: પૉલ્ટ્રી ફાર્મિંગ અને સ્ટાર્ટઅપ પેવિલિયન – નવાચાર, નેટવર્કિંગ અને જ્ઞાન વહેંચાણનું મંચ.
સમર્થન અને માન્યતા
- ભારત સરકારના માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલય દ્વારા માન્ય.
- કોન્ફરન્સ અને સેમિનાર પાર્ટનર: એગ્રોહાઉસ
- ઇવેન્ટ પાર્ટનર: ગુજરાત સીડ્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (GSIA)
- અન્ય અગત્યના ઉદ્યોગ સંગઠનોનું સહયોગ: IAI, GAMMA, AMMA–India, GFCI, IGMA અને GSIA.
એગ્રી એશિયા અને ડી.એલ.પી. એશિયા ૨૦૨૫ નવીનતા, વ્યાપારિક તકો અને ક્ષેત્રિય વિકાસનું મંચ સાબિત થશે. અહીં અદ્યતન મશીનરીથી લઈને એગ્રી-ફાઇનાન્સ ઉકેલો સુધી અને પશુપાલનથી લઈને કૂકડીઉદ્યોગ ટેકનોલોજી સુધી.




