આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની વાત કરતા કહ્યું કે, વિસાવદરમાં જે પેટાચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જનતાએ જબરદસ્ત બહુમતથી જીત આપી. અગાઉની તુલનામાં ત્રણ ગણા વધુ માર્જિનથી અમને જીત મળી છે. વિસાવદરની જીત કોઈ સામાન્ય જીત નથી, આ જીત 2027ની વિધાનસભાની ચૂંટણીનું સેમીફાઇનલ હતું. છેલ્લા 30 વર્ષથી સરકારે ગુજરાતને બરબાદ કરીને રાખ્યું છે. હાલમાં સુરતમાં જે પૂર આવ્યું છે તેમાં કરોડો રૂપિયાના ઘરોમાં પણ પાણી ઘૂસીને લોકોના ફર્નિચર અને ટીવી પાણીમાં તરતા હતા. આજથી 10 વર્ષ પહેલા સુરતનું આવું હાલત નહોતું. સુરતમાં જે પૂર આવ્યું છે તે ભાજપના ભ્રષ્ટાચારને કારણે આવ્યું છે. તે પહેલાં પણ વડોદરા અને જૂનાગઢમાં પૂર આવ્યું હતું, જેના પાછળનું કારણ પણ ભાજપની નીતિઓ છે. કારણ કે ભાજપે બિલ્ડરો સાથે મળી પાણીની નિકાસ માટેની જગ્યાઓ બંધ કરી દીધી, જેના કારણે પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયું.
30 साल में बीजेपी ने गुजरात को इस हाल में पहुँचा दिया है कि अब सूरत जैसे विकसित शहर में भी बाढ़ आ रही है। जहां लोगों ने मेहनत से करोड़ों की कमाई से घर और बंगले बनाए – आज वहां ड्रॉइंग रूम तक पानी में डूबे हुए हैं।
ये सिर्फ़ बारिश नहीं है, ये 30 साल के कुशासन और भ्रष्टाचार की बहती… pic.twitter.com/vT8NZs994J
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 2, 2025
ગુજરાતની રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે, ખેડૂતોની પરિસ્થિતિ પણ દયનીય બની ગઈ છે. ગુજરાતના ખેડૂતોને તેમની પાકની યોગ્ય કિંમત મળતી નથી, વીજળી મળતી નથી, પાણી મળતું નથી અને ખાતર પણ મળતું નથી. ગુજરાતના ખેડૂતો દરદર ઠોકરો ખાઈ રહ્યા છે. ગુજરાતના યુવાઓ પરેશાન છે કારણ કે અહીં વારંવાર પેપર લીક થાય છે. ગુજરાત સરકારથી એક પેપર પણ યોગ્ય રીતે યોજાતું નથી. સરકારમાં અડધાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે, છતાંય સરકાર યુવાઓને રોજગાર આપતી નથી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે યુવાઓનું શોષણ થાય છે. આજે ગુજરાતમાં કોઈ પણ વર્ગ ખુશ નથી. છતાંય ભાજપ સતત ચૂંટણી જીતી રહી છે, તેનું માત્ર એક જ કારણ છે કે ગુજરાતના લોકો પાસે હજુ સુધી કોઈ વિકલ્પ નહોતો. ગુજરાતના લોકો ભાજપને હરાવા માંગતા હતા પણ બધાને ખબર છે કે કોંગ્રેસ ભાજપની ખિસ્સામાં છે. દર વખતે કોંગ્રેસ ભાજપને જીતાડવાનો કોન્ટ્રાક્ટ લે છે અને કોંગ્રેસ ખુબ સારી રીતે ભાજપને જીતાડે છે. લોકોને ખબર છે કે કોંગ્રેસના ઉમેદવાર જીતશે નહીં અને જો જીત્યા પણ તો જીત્યા પછી ભાજપમાં જોડાઈ જશે.
गुजरात में बदलाव का भरोसा अब हर गुजराती के दिल की आवाज़ बन चुका है।
अब गुजरात जुड़ेगा, अब गुजरात बदलेगा। https://t.co/H76pwC2Pcq— Arvind Kejriwal (@ArvindKejriwal) July 3, 2025
પરંતુ હવે ગુજરાતની રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને લોકોને આમ આદમી પાર્ટી એક વિકલ્પ રૂપે દેખાઈ રહી છે. વિસાવદરમાં જેમ લોકોએ મતદાન કર્યું તેવો જ માહોલ અને તેવો જ ગુસ્સો સમગ્ર ગુજરાતના લોકોમાં છે. પહેલા 30 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું પછી લોકોને કોંગ્રેસને ઉખાડી ફેંકી દીધી અને હવે ભાજપના પણ 30 વર્ષ થઈ ગયા છે. લોકો ભાજપને પણ કોંગ્રેસની જેમ ઉખાડી ફેંકશે. 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આગામી 2.5 વર્ષ સુધી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઘરમાં ઘરમાં જશે અને પ્રચાર કરશે. આજથી અમે ‘ગુજરાત જોડો અભિયાન’ શરૂ કરી રહ્યા છીએ. 9512040404 નંબર પર મિસ કોલ કરીને તમે આમ આદમી પાર્ટીના સભ્ય બની શકો છો. ગુજરાતના વધારેમાંથી વધારે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી મારી અપીલ છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દરેક ઘરમાં જશે અને આગામી ચૂંટણી પહેલા દરેક ઘરમાં પાંચ વખત જઈ ચુક્યા હોઈશું, એવો અમારો લક્ષ્ય છે.
