અમદાવાદઃ દેશની સૌથી ઝડપથી વિકસતી સાયબર સિક્યુરિટી કંપનીઓ પૈકીની એક કંપની- ટેક ડીસાયબર સિક્યોરિટી લિમિટેડ, તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 39 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે રેગ્યુલેટર્સ સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કર્યું છે. આ IPO નેશનલ સ્ટોક એક્સચેંજના SME પ્લેટફોર્મ NSE Emerge પર આવશે. આ પબ્લિક ઇશ્યુ 15 સપ્ટેમ્બર, 2025એ ખૂલશે અને 17 સપ્ટેમ્બર, 2025એ બંધ થશે. તે માટે કંપનીએ શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ.183–193 નક્કી કરી છે. કંપનીના NSE ઇમર્જ પરના IPOની એક મુખ્ય વિશેષતાએ છે કે સ્ટોક માર્કેટના જાણીતા રોકાણકાર વિજય કેડિયા આ કંપનીમાં રોકાણ ધરાવે છે. વિજય કેડિયાનું કંપની સાથેનું જોડાણ કંપનીના વિઝન અને વૃદ્ધિની ગતિવિધિઓમાં મજબૂત રોકાણકાર તરીકેનો વિશ્વાસ દર્શાવે છે.
વ્યવસાયની મજબૂતાઈ અને વિસ્તરણ
સાયબર સિકયોરિટી ઉદ્યોગ સાહસિક સની વાઘેલા દ્વારા 2017માં સ્થાપિત કંપનીએ દેશનાં સાત શહેરોમાં 160 વ્યાવસાયિકોની ટીમ બનાવી છે. કંપની 470થી વધુ ક્લાયન્ટ્સને સેવા આપે છે, જેમાં 120 SME, 127 કો-ઓપરેટિવ બેંકો અને ફિનટેક કંપનીઓ, 200 સેબી-રજિસ્ટર્ડ એકમો, અને અદાણી, ટોરેન્ટ, એસ્ટ્રલ, ETO ગ્રુપ, અને ઝેન્સાર ટેક્નોલોજી જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓનો સમાવેશ થાય છે.
ભવિષ્યનો અભિગમ
કંપની પ્રતિભાવિકાસ અને ક્ષમતા નિર્માણમાં પણ મોટા પાયે રોકાણ કરી રહી છે. કંપનીએ શૈક્ષણિક ભાગીદારી દ્વારા 3000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને અમદાવાદમાં દેશનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી GSOC (ગ્લોબલ સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર) સ્થાપી રહી છે. આ આગામી સુવિધામાં R&D હબ, તાલીમ કેન્દ્ર, એક્સપિરિયન્સ ઝોન, અને 230 x 3-સીટ રSOCનો સમાવેશ થશે, જે દેશમાં સૌથી મોટું બનવાની અપેક્ષા છે.
IPO ફંડનો ઉપયોગ
કંપની આ IPOમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ તેના વ્યૂહાત્મક વિકાસ માટે કરશે. આશરે રૂ. 26 કરોડનું રોકાણ માનવ સંસાધનોને મજબૂત કરવા અને ઉત્તર અમેરિકા, મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં વિસ્તરણ માટે કરવામાં આવશે. વધારાનું ભંડોળ અમદાવાદમાં કંપનીના પ્રોજેક્ટ હેઠળ ગ્લોબલ સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (GSOC) ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે વાપરવામાંઆવશે, જેમાં દેશનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી GSOC સામેલ છે.
નાણાકીય પ્રદર્શન
નાણાકીય વર્ષ 2024–25માં કંપનીએ રૂ. 837.06 લાખનો નફો (PAT) નોંધાવ્યો, જે વાર્ષિક ધોરણે 158 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે કંપનીની આવકમાં પણ વાર્ષિક ધોરણે 97.73 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે.
સાયબર સિક્યુરિટી માર્કેટ આઉટલુક
વૈશ્વિક સાયબર સિક્યોરિટી માર્કેટ વાર્ષિક 10 ટકાથી વધુ CAGR (સંયુક્ત વાર્ષિક વૃદ્ધિદર) સાથે 2030 સુધીમાં USD 400 બિલિયનને પાર કરે તેવી શક્યતા છે. દેશમાં, BFSI, મેન્યુફેક્ચરિંગ, IT/ITES, અને સરકારી ક્ષેત્રોમાં આ માર્કેટની માગ વધી રહી છે, જેમાં આગામી પાંચ વર્ષમાં ખર્ચ ત્રણ ગણો થવાની ધારણા છે. આ પરિપ્રેક્ષ્યમાં, કંપનીના વિસ્તરણ વ્યૂહરચના અને IPO એવા સમયે આવી રહ્યા છે જ્યારે અદ્યતન સુરક્ષા ઉકેલોની જરૂરિયાત વધી રહી છે. મજબૂત નાણાકીય ગતિ, વૈશ્વિક મહત્વાકાંક્ષા, અને નિષ્ણાત રોકાણકાર-વેલ્યુ ઇન્વેસ્ટર વિજય કેડિયાના સમર્થન સાથે કંપનીનો IPO સંસ્થાકીય અને રિટેલ બંને રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરશે.
