અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદનો 615મો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે.
આ શહેરના ઐતિહાસિક કિલ્લામાં બિરાજમાન ભદ્રકાળી માતાજી આખાય શહેરના નગરદેવી છે.
ફાગણ સુદ દશમ, ગુરુવાર સવારે ભદ્રકાળી માતાના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં નીકળી હતી.
ઢોલ નગારા, વાજિંત્રો, ભજન મંડળીઓ સાથે આ નગરયાત્રા જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી.
શહેરના જમાલપુર જગન્નાથ મંદિર, મહાલક્ષ્મી મંદિર જેવા સુપ્રસિદ્ધ સ્થળોએ નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)


