અમદાવાદ: ગત રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જોવા માટે દેશ-વિદેશના હજારો ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા હતાં. અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રસાશન દ્વારા આ મેચ દરમિયાન દર્શકોને સ્ટેડિયમ સુધી જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

1.61 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો
ફાઈનલ મેચના દિવસે મેટ્રો દ્વારા રૂ. 10.45 લાખથી વધુ આવક નોંધાઇ હતી. 1.61 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો હતો. સ્ટેડિયમ નજીક મેટ્રો સ્ટેશનની હાજરીના કારણે લોકો માટે મેટ્રો સૌથી પસંદગીની પરિવહન સેવા બની છે. મુંબઈ અને અન્ય શહેરોમાંથી આવતા ક્રિકેટપ્રેમીઓએ પણ મેટ્રોનો ઉપયોગ કરીને સરળ રીતે સ્ટેડિયમ પહોંચી શક્યા હતાં.
મોડી રાત સુધી મેટ્રો દોડાવી હતી
ફાઈનલ મેચના દિવસે મુસાફરોની વધેલી સંખ્યા ધ્યાને રાખીને મેટ્રો અધિકારીઓએ મોડી રાત સુધી ટ્રેન સેવા જારી રાખી હતી. જેથી લોકો સુરક્ષિત અને સમયસર યાત્રા કરી શકે.આ પ્રયાસને લોકોએ ખૂબ પ્રશંસા કરી.




