અમદાવાદ: રથયાત્રામાં ગત વર્ષે શોર બકોર, ઘોંઘાટ અને અતિશય માનવ મહેરામણ જેવા અનેક કારણોના લીધે ગજરાજે દોડધામ મચાવી દીધી હતી. જેના કારણે ઘણાં લોકોને ઇજા પણ થઇ હતી.
આવી ઘટનાના સર્જાય એ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગજરાજ પર એક વિશિષ્ટ જી.પી.એસ ટ્રેકર ડિવાઇસ મુકવામાં આવ્યું છે. જેનાથી હાથીનું લોકેશન ખબર પડશે, ત્યારબાદ હાથીના આસપાસનો અવાજ પણ નોંધાશે અને હાથીની દરેક મુવમેન્ટનું ધ્યાન રહે એ માટે સી.સી.ટી.વી કેમેરા લગાડવામાં આવ્યા છે.
શાંતિપૂર્ણ ચાલી રહેલી રથયાત્રામાં જો હાથીની કોઇપણ અજુગતી ગતિવિધિ જોવામાં આવશે તો તેને તાત્કાલિક અસરથી દુર કરી યાત્રા આગળ ધપાવવામાં આવશે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)






