બોલિવૂડ અભિનેતા ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મો કરતાં અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં છે. પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધો અને ફિલ્મ ‘રૂપા’ની કો-સ્ટાર રાની સ્વર્ણકાર સાથેની તેમની નિકટતાને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન રાનીએ સોશિયલ મીડિયા પર ગોવિંદા સાથેની કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ તસવીરોમાં ક્યાંક ગોવિંદા રાનીનો હાથ પકડીને જોવા મળે છે, તો ક્યાંક બંને એકબીજાની સામે જોઈને પોઝ આપતા નજરે પડે છે.
રાનીએ શેર કરી ‘રૂપા’ની તસવીરો
રાની સ્વર્ણકારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું, ‘રૂપાની સુંદર ઝલકીઓ’. તસવીરોમાં ગોવિંદા સફેદ બ્લેઝર, કાળા પેન્ટ અને સનગ્લાસમાં જોવા મળી રહ્યા છે. જ્યારે રાની લવંડર રંગની સાડી અને પર્પલ બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. તેણે ચોકર અને મેચિંગ જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
એક તસવીરમાં ગોવિંદા પાછળથી રાનીની કમર પર હાથ રાખીને પોઝ આપતા જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં બંને હાથમાં હાથ નાખીને ચાલતા નજરે પડે છે.
રાખી સાવંતે પણ આપી પ્રતિક્રિયા
રાનીની આ પોસ્ટ પર અભિનેત્રી રાખી સાવંતે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટમાં ગુસ્સાવાળા ઇમોજી શેર કર્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સે પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ ગોવિંદાને નવી ફિલ્મ માટે શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે કેટલાક યુઝર્સે આ તસવીરો AI દ્વારા બનાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
View this post on Instagram
ગોવિંદા અને રાનીના સંબંધોને લઈને અગાઉ પણ થઈ ચૂકી છે ચર્ચા
વર્ષ 2026ની શરૂઆતથી જ ગોવિંદા અને રાનીના સંબંધોને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં બંને મુંબઈના જાણીતા લાલબાગચા રાજા પંડાલમાં બાપ્પાનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. ત્યારબાદ ગોવિંદાએ સ્પષ્ટતા કરી હતી કે તેમની આ મુલાકાત ફિલ્મ ‘રૂપા’ના સંદર્ભમાં હતી.
આ અંગે સતત સવાલો ઉઠતાં ગોવિંદાએ ANI સાથેની વાતચીતમાં આ ચર્ચાઓને પોતાની છબી ખરાબ કરવા અને પરિવારમાં મતભેદ ઊભા કરવાની એક ‘સુનિયોજિત સાજિશ’ ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાની સાથેનો તેમનો સંબંધ સંપૂર્ણપણે વ્યાવસાયિક છે.
જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ અફેર હોય તો તે સંબંધિત વ્યક્તિની અંગત બાબત છે. પોતાની અંગત જિંદગીને જાહેર ચર્ચાનો વિષય બનાવવામાં આવી રહી હોવા અંગે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.






