અનંત અંબાણીની પ્રાણીઓના કલ્યાણ માટે ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ પહેલ લોન્ચ કરી

જામનગર: વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વનતારાના સ્થાપક અનંત અંબાણીએ સામુદાયિક પ્રાણીઓના કલ્યાણ માટે ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ (Champions of Care) નામની નવી રાષ્ટ્રવ્યાપી પહેલની જાહેરાત કરી છે. વનતારા ખાતે યોજાયેલા બે દિવસીય સંમેલનમાં દેશભરમાંથી ૫૦થી વધુ એનિમલ વેલ્ફેર સંસ્થાઓ અને ‘એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા’ (AWBI)ના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા હતા.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શેરીના શ્વાન, બિલાડીઓ તેમજ ત્યજી દેવાયેલા અને ઈજાગ્રસ્ત પશુઓની સારસંભાળ, રક્ષણ અને પશુચિકિત્સા સેવાઓને મજબૂત બનાવવાનો છે. સંમેલન દરમિયાન વનતારા અને સહભાગી સંસ્થાઓ વચ્ચે ‘લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ’ (LoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી હેઠળ વનતારા દ્વારા સંસ્થાઓને સોલાર પાવર, વોટર હાર્વેસ્ટિંગ, એમ્બ્યુલન્સ, ઓપરેશન સાધનો, તાલીમ અને માળખાગત સહાય પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “દરેક જીવન મૂલ્યવાન છે (Every Life Matters). જે લોકો મર્યાદિત સંસાધનો છતાં પ્રાણીઓની સેવા કરે છે, તેમની સાથે ઊભા રહેવું એ જ આપણી કરુણાનો સાચો અર્થ છે.” આ પહેલ દ્વારા વાર્ષિક અંદાજે ૨૦ લાખથી વધુ સામુદાયિક પ્રાણીઓને પ્રત્યક્ષ રીતે સહાય પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.