અંશુલા કપૂરના લગ્ન રિસેપ્શનમાં જામ્યો બોલિવૂડ સ્ટાર્સનો જમાવ઼ડો

ગત રોજ એટલે કે મંગળવારે આખું બોલિવૂડ અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્નના રિસેપ્શનમાં ઉમટી પડ્યું હતું. જાહ્નવીથી લઈને રેખા સુધીની હસ્તીઓ આ ફંક્શનમાં સામેલ થઈ હતી.

બોલિવૂડ નિર્માતા બોની કપૂરની પુત્રી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર અને રોહન ઠક્કરે મંગળવારે સાંજે લગ્ન રિસેપ્શનનું ભવ્ય આયોજન કર્યુ હતું. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે નવવિવાહિત કપલની ખુશીમાં ભાગ લીધો હતો.આખું બોલિવૂડ અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્નના રિસેપ્શનમાં ઉમટી પડ્યું હતું. જાહ્નવીથી લઈને રેખા સુધી, બધાએ તેમના પરંપરાગત દેખાવમાં લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.

જાહ્નવી કપૂરે તેની સાવકી બહેનના રિસેપ્શનમાં સૌનું ધ્યાન ખેંચ્યું. પેડ્ડી અભિનેત્રીએ લવંડર-ગોલ્ડ ચમકતી સાડી પહેરી હતી અને અદભુત હીરાના ઘરેણાંથી શણગારેલી હતી. આ લુકમાં જાહ્નવી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

અંશુલા અને રોહનના લગ્નના રિસેપ્શનમાં અભિનેતા દંપતી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ ભવ્ય પ્રવેશ કર્યો હતો. રિતેશ નેવી બંધગલા સૂટ પહેર્યો હતો, જ્યારે જેનેલિયાએ ચમકતો ભરતકામવાળો ડ્રેસ પહેર્યો હતો.

(તસવીરો: દીપક ધૂરી)