એશિયા કપ 2025: ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 ની બીજી સુપર ફોર મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પાછા ફર્યા. ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન શુભમન ગિલ ઓમાન સામેની અંતિમ લીગ મેચમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાન સામે સુપર ફોરમાં તેમના સારા પ્રદર્શનની અપેક્ષા છે.

ટીમ ઈન્ડિયાએ T20 એશિયા કપના સુપર ફોર તબક્કામાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. ત્રણેય મેચ 2022 T20 એશિયા કપ દરમિયાન રમાઈ હતી. ભારતીય ટીમ આમાંથી ફક્ત એક જ મેચ જીતી શકી હતી અને બે હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

ભારતની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

સામ અયુબ, સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, મોહમ્મદ હરિસ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ, હુસૈન તલત.