એશિયન ગેમ્સ : અમન સેહરાવતે મેન્સ 57 કિગ્રા કુશ્તીમાં અપાવ્યો ગોલ્ડ

જાપાન: આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય રેસલર અમન સેહરાવતે ઈતિહાસ રચી દીધો છે. 23 વર્ષીય ભારતીય પહેલવાને મેન્સ ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં ઉત્તર કોરિયાના વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન હેન ચોંગ સોંગને 11-7થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે.

આ જીત સાથે અમન સેહરાવત એશિયન ગેમ્સના ઈતિહાસમાં મેન્સ 57 કિગ્રા ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પહેલવાન બની ગયો છે. ફાઇનલ મુકાબલામાં ઉત્તર કોરિયાના રેસલર સામે અમન શરૂઆતમાં ડિફેન્સિવ રમી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર ટેકડાઉન અને આક્રમક દાવપેચ અજમાવીને 11-7થી મેચ પોતાના નામે કરી લીધી હતી.

પેલેસ ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલિસ્ટ અમન સેહરાવતે આ ગોલ્ડ સાથે એશિયન ગેમ્સમાં પોતાના જૂના બ્રોન્ઝ મેડલને અપગ્રેડ કર્યો છે. અગાઉ સુજીત કાલકલે 65 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1978 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતે એશિયન ગેમ્સની ફ્રીસ્ટાઈલ રેસલિંગમાં એક જ એડિશનમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હોય.