જાપાનના આઈચી-નાગોયા ખાતે 16 દિવસથી ચાલી રહેલા એશિયન ગેમ્સ 2026 નો રવિવારે ભવ્ય સમાપન સમારોહ સાથે અધિકૃત અંત થયો છે. આ સમાપન સમારોહમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતનારી ભારતીય સ્ટાર શૂટર નીરુ ઢાંડાએ ભારતીય ટુકડીના ધ્વજવાહક બનીને પૂરા ઉત્સાહ સાથે દેશનો તિરંગો લહેરાવ્યો હતો. વિશ્વભરના એથ્લેટ્સની હાજરી વચ્ચે જાપાનથી હવે એશિયાડની આ મશાલ કતરના દોહા તરફ આગળ વધી છે.

છેલ્લા બે દિવસમાં ભારતે પલટી બાજી: મેળવ્યું ચોથું સ્થાન
એશિયાડમાં ભારતનું અભિયાન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. ગુરુવાર સુધી ભારત પાસે માત્ર 10 ગોલ્ડ મેડલ હતા અને ટીમ મેડલ ટેલીમાં ટોપ 10 થી બહાર હતી. પરંતુ અંતિમ બે દિવસમાં ભારતીય ખેલાડીઓએ અદ્ભુત પુનરાગમન કરીને 11 ગોલ્ડ મેડલ કબજે કર્યા હતા. શનિવારે પુરૂષ હોકી ટીમે મલેશિયાને 5-1 થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ ભારતે કુલ 85 મેડલ (21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ) મેળવીને મેડલ યાદીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરી ટોપ 5 માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, આ પ્રદર્શન 2022 ના હાંગઝોઉ એશિયન ગેમ્સના 106 મેડલ (28 ગોલ્ડ) ની સરખામણીએ થોડું ઓછું રહ્યું છે.

કતરના દોહા શહેરને સોંપાઈ એશિયાડ 2030 ની યજમાની
સમાપન સમારોહના અંતિમ તબક્કામાં આગામી એશિયન ગેમ્સની યજમાની વિધિવત રીતે કતરને સોંપવામાં આવી હતી. કતરના પ્રધાનમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહમાન બિન જસીમ અલ થાનીને એશિયન ગેમ્સનો ફ્લેગ અને મશાલ સોંપવામાં આવી હતી. 2030 માં એશિયન ગેમ્સની આગામી આવૃત્તિ કતરની રાજધાની દોહા ખાતે યોજાશે.

રમત ગમત મુજબ ભારતનું મેડલ પ્રદર્શન (Asian Games 2026):
| રમત | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ |
| તીરંદાજી (Archery) | 5 | 2 | 2 | 9 |
| એથ્લેટિક્સ (Athletics) | 1 | 9 | 14 | 24 |
| બેડમિન્ટન (Badminton) | 0 | 0 | 1 | 1 |
| બોક્સિંગ (Boxing) | 3 | 0 | 3 | 6 |
| ક્રિકેટ (Cricket) | 2 | 0 | 0 | 2 |
| ગોલ્ફ (Golf) | 1 | 1 | 0 | 2 |
| હોકી (Hockey) | 2 | 0 | 0 | 2 |
| કબ્બડી (Kabaddi) | 2 | 0 | 0 | 2 |
| કુરશ (Kurash) | 0 | 0 | 1 | 1 |
| મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) | 0 | 0 | 1 | 1 |
| રોઈંગ (Rowing) | 0 | 0 | 1 | 1 |
| સેલિંગ (Sailing) | 0 | 1 | 2 | 3 |
| સેપકટકરા (Sepaktakraw) | 0 | 0 | 1 | 1 |
| શૂટિંગ (Shooting) | 3 | 8 | 4 | 15 |
| સોફ્ટ ટેનિસ (Soft Tennis) | 0 | 0 | 1 | 1 |
| સ્ક્વોશ (Squash) | 0 | 2 | 3 | 5 |
| ટેબલ ટેનિસ (Table Tennis) | 0 | 0 | 1 | 1 |
| વેટલિફ્ટિંગ (Weightlifting) | 0 | 1 | 0 | 1 |
| કુસ્તી (Wrestling) | 2 | 2 | 2 | 6 |
| વુશુ (Wushu) | 0 | 1 | 0 | 1 |
| કુલ (Total) | 21 | 27 | 37 | 85 |
Asian Games 2026: ભારતના તમામ મેડલ વિજેતાઓની યાદી (India’s Medal Winners List)
🥇 સ્વર્ણ પદક વિજેતાઓ (21 Gold Medals)
-
મહિલા ક્રિકેટ ટીમ – ક્રિકેટ (મહિલા સ્પર્ધા)
-
કમલજીત, સુરુચિ સિંહ – શૂટિંગ (મિક્સ્ડ ટીમ 10m એર પિસ્તોલ)
-
મહિલા કબ્બડી ટીમ – કબ્બડી (મહિલા સ્પર્ધા)
-
પુરુષ કબ્બડી ટીમ – કબ્બડી (પુરુષ સ્પર્ધા)
-
નીરુ ઢાંડા – શૂટિંગ (મહિલા ટ્રેપ)
-
કિરણ પહલ, પૂવમ્મા એમ.આર., પ્રાચી ચૌધરી, વિથ્યા રામરાજ – એથ્લેટિક્સ (મહિલા 4x400m રિલે)
-
જ્યોતિ સુરેખા વેન્નમ, પ્રીતિકા પ્રદીપ, ચિકીથા તનિપાર્થી – તીરંદાજી (મહિલા કમ્પાઉન્ડ ટીમ)
-
ચિકીથા તનિપાર્થી, સાહિલ જાધવ – તીરંદાજી (મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમ)
-
કિનાન ચેનાઈ, નીરુ ઢાંડા – શૂટિંગ (મિક્સ્ડ ટ્રેપ)
-
સાહિલ જાધવ, ગણેશ મણિ રત્નમ થિરૂમુરુ, કુશલ દલાલ – તીરંદાજી (પુરુષ કમ્પાઉન્ડ ટીમ)
-
અંકિતા ભકત, કુમકુમ મોહોત, કીર્તિ શર્મા – તીરંદાજી (મહિલા ટીમ રિકર્વ)
-
લવલીના બોરગોહેન – બોક્સિંગ (મહિલા 75 kg)
-
પરવીન હૂડા – બોક્સિંગ (મહિલા 65 kg)
-
અંકુશ પંઘાલ – બોક્સિંગ (પુરુષ 80 kg)
-
સુજીત કલકલ – કુસ્તી (પુરુષ 65 kg)
-
મહિલા હોકી ટીમ – હોકી (મહિલા સ્પર્ધા)
-
કુમકુમ મોહોત – તીરંદાજી (મહિલા વ્યક્તિગત રિકર્વ)
-
પ્રણવી ઉર્સ – ગોલ્ફ (મહિલા વ્યક્તિગત)
-
પુરુષ ક્રિકેટ ટીમ – ક્રિકેટ (પુરુષ સ્પર્ધા)
-
અમન સેહરાવત – કુસ્તી (પુરુષ 57 kg)
-
પુરુષ હોકી ટીમ – હોકી (પુરુષ સ્પર્ધા)
🥈 રજત પદક વિજેતાઓ (27 Silver Medals)
-
ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર, વિદર્શા વિનોદ – શૂટિંગ (મહિલા 10m એર રાઈફલ ટીમ)
-
ઈલાવેનિલ વલારિવન – શૂટિંગ (મહિલા 10m એર રાઈફલ)
-
રુદ્રાંક્ષ પાટિલ, પાર્થ માને, હિમાંશુ ઢિલ્લોન – શૂટિંગ (પુરુષ 10m એર રાઈફલ ટીમ)
-
હિમાંશુ ઢિલ્લોન – શૂટિંગ (પુરુષ 10m એર રાઈફલ)
-
મીરાબાઈ ચાનૂ – વેટલિફ્ટિંગ (મહિલા 49 kg)
-
રોશીબિના દેવી – વુશુ (મહિલા 60 kg સાંડા)
-
ભારતીય ટીમ – એથ્લેટિક્સ (મિક્સ્ડ 4x400m રિલે)
-
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ, નીરજ કુમાર – શૂટિંગ (પુરુષ 50m રાઈફલ 3P ટીમ)
-
ગુલવીર સિંહ – એથ્લેટિક્સ (પુરુષ 10,000m)
-
સાવન બેરવાલ – એથ્લેટિક્સ (પુરુષ મેરાથોન)
-
વિદર્શા વિનોદ, આશિ ચૌકસે, તિલોત્તમા સેન – શૂટિંગ (મહિલા 50m રાઈફલ 3P ટીમ)
-
તજિંદરપાલ સિંહ તૂર – એથ્લેટિક્સ (શોટ પુટ)
-
અભય સિંહ – સ્ક્વોશ (પુરુષ સિંગલ્સ)
-
અનાહત સિંહ – સ્ક્વોશ (મહિલા સિંગલ્સ)
-
એન્સી સોજન – એથ્લેટિક્સ (મહિલા લોંગ જમ્પ)
-
સર્વેશ કુશારે – એથ્લેટિક્સ (પુરુષ હાઈ જમ્પ)
-
ઈશા સિંહ – શૂટિંગ (મહિલા 25m પિસ્તોલ)
-
ગુલવીર સિંહ – એથ્લેટિક્સ (પુરુષ 1500m)
-
મુરાલી શ્રીશંકર – એથ્લેટિક્સ (પુરુષ લોંગ જમ્પ)
-
યશ વીર સિંહ – એથ્લેટિક્સ (પુરુષ ભાલા ફેંક)
-
નીરુ ઢાંડા, મનીષા કીર, આશિમા અહલાવત – શૂટિંગ (મહિલા ટ્રેપ ટીમ)
-
પ્રિન્સ કુરીસિંકલ નોબલ, મનુ ફ્રાન્સિસ – સેલિંગ (પુરુષ સ્કિફ)
-
નિતીશ કુમાર – કુસ્તી (ગ્રીકો-રોમન 97 kg)
-
કુમકુમ મોહોત, ધીરજ બોમ્દેવરા – તીરંદાજી (મિક્સ્ડ ટીમ રિકર્વ)
-
ધીરજ બોમ્દેવરા, નીરજ ચૌહાણ, યશદીપ ભોગડે – તીરંદાજી (પુરુષ ટીમ)
-
પ્રણવી ઉર્સ, અદિતિ અશોક, દીક્ષા ડાગર – ગોલ્ફ (મહિલા ટીમ)
-
અંતિમ પંઘાલ – કુસ્તી (મહિલા 53 kg)
🥉 કાંસ્ય પદક વિજેતાઓ (37 Bronze Medals)
-
રુદ્રાંક્ષ પાટિલ – શૂટિંગ (પુરુષ 10m એર રાઈફલ)
-
સુચિકા તરિયાલ – મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (મહિલા ટ્રેડિશનલ 60 kg)
-
પરીનાજ ધાલીવાલ, રાઈઝા ઢિલ્લોન, મહેશ્વરી ચૌહાણ – શૂટિંગ (મહિલા સ્કીટ ટીમ)
-
અનંતજીત સિંહ નરુકા, ભવતેગ સિંહ ગિલ, મેરાજ અહમદ ખાન – શૂટિંગ (પુરુષ સ્કીટ ટીમ)
-
જય મીણા – સોફ્ટ ટેનિસ (પુરુષ સિંગલ્સ)
-
પુરુષ બેડમિન્ટન ટીમ – બેડમિન્ટન (પુરુષ ટીમ)
-
સતનામ સિંહ, સલમાન ખાન – રોઈંગ (પુરુષ ડબલ સ્કલ્સ)
-
અનંતજીત સિંહ નરુકા, પરીનાજ ધાલીવાલ – શૂટિંગ (મિક્સ્ડ સ્કીટ ટીમ)
-
સીમા કુમારી – એથ્લેટિક્સ (મહિલા 10,000m)
-
દિયા ચિતલે, માનુષ શાહ – ટેબલ ટેનિસ (મિક્સ્ડ ડબલ્સ)
-
મનપ્રીત કૌર – એથ્લેટિક્સ (શોટ પુટ)
-
બરનિકા એલાંગોવન – એથ્લેટિક્સ (મહિલા પોલ વોલ્ટ)
-
જોશના ચિનપ્પા, વલવાન સેંથિલકુમાર – સ્ક્વોશ (મિક્સ્ડ ડબલ્સ)
-
પ્રાચી ચૌધરી – એથ્લેટિક્સ (મહિલા 400m)
-
હરિથા ભદ્રા – એથ્લેટિક્સ (મહિલા 200m)
-
તેજસ્વિન શંકર – એથ્લેટિક્સ (ડેકાથલોન)
-
પારુલ ચૌધરી – એથ્લેટિક્સ (મહિલા 3000m સ્ટીપલચેસ)
-
પિંકી બલહારા – કુરશ (મહિલા -78 kg)
-
વિથ્યા રામરાજ – એથ્લેટિક્સ (મહિલા 400m હર્ડલ્સ)
-
પારુલ ચૌધરી – એથ્લેટિક્સ (મહિલા 5000m)
-
રોહિત યાદવ – એથ્લેટિક્સ (પુરુષ ભાલા ફેંક)
-
નરેન્દ્ર બેરવાલ – બોક્સિંગ (પુરુષ +90 kg)
-
ગુલવીર સિંહ – એથ્લેટિક્સ (પુરુષ 5000m)
-
ગુરીંદરવીર સિંહ, સ્નેહા એસ.એસ., અનિમેષ કુજૂર, હરિતા ભદ્રા – એથ્લેટિક્સ (મિક્સ્ડ 4x100m રિલે)
-
પૂજા સિંહ – એથ્લેટિક્સ (મહિલા હાઈ જમ્પ)
-
ધર્મવીર ચૌધરી, મનુ ટી.એસ., જય કુમાર, વિશાલ ટી.કે. – એથ્લેટિક્સ (પુરુષ 4x400m રિલે)
-
પ્રિયા ગંગાસ – બોક્સિંગ (મહિલા 60 kg)
-
કપિલ પોખરિયા – બોક્સિંગ (પુરુષ 90 kg)
-
સુનીલ કુમાર – કુસ્તી (ગ્રીકો-રોમન 87 kg)
-
અનાહત સિંહ, જોશના ચિનપ્પા, તન્વી ખન્ના, શમીના રિયાઝ – સ્ક્વોશ (મહિલા ટીમ)
-
હર્ષિતા તોમર, શીતલ વર્મા – સેલિંગ (મહિલા સ્કિફ)
-
નેથ્રા કુમાનન – સેલિંગ (મહિલા ડીંઘી)
-
ટીમ ઈન્ડિયા – સેપકટકરા (પુરુષ ક્વાડ્રન્ટ)
-
ગણેશ મણિ રત્નમ થિરૂમુરુ – તીરંદાજી (પુરુષ કમ્પાઉન્ડ સિંગલ્સ)
-
અભય સિંહ, વીર ચોટરાની, વલવાન સેંથિલકુમાર, સુરજ કુમાર ચંદ – સ્ક્વોશ (પુરુષ ટીમ)
-
નીરજ ચૌહાણ – તીરંદાજી (પુરુષ સિંગલ્સ રિકર્વ)
-
દીપક પૂનિયા – કુસ્તી (પુરુષ 97 kg)






