વર્ષ 2007 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આવારાપન’ માં ઇમરાન હાશ્મીએ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મની વાર્તા અને તેના સુપરહિટ ગીતો આજે પણ ચાહકોના મનમાં તાજા છે. હવે મેકર્સ આ લોકપ્રિય ફિલ્મની સિક્વલ ‘આવારાપન 2’ લઈને આવ્યા છે અને આજે તેનું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
ટ્રેલરમાં શું છે ખાસ?
‘આવારાપન 2’ નું ટ્રેલર પ્રેમ માટે કોઈપણ હદ સુધી જવાની વાર્તા દર્શાવે છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને દિશા પટાની વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ટ્રેલરમાં ઇમરાન હાશ્મીના હાઇ-વોલ્ટેજ એક્શન સીન્સ અને પાવરફુલ ડાયલોગ્સ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. એક સીનમાં તે બોલે છે, “મૌત સે મેરા પુરાના રિશ્તા હૈ, ઉસકા એક કર્જ હૈ, જો ચુકાના હૈ. આ ટ્રેલરમાં સૌથી મોટું સરપ્રાઇઝ શબાના આઝમી છે, જેઓ નેગેટિવ (વિલન) ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને પોતાના ગંભીર લુકથી ચાહકોને ચોંકાવી રહ્યા છે.
ટ્રેલરના દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં શબાના આઝમી અને ઇમરાન હાશ્મીના પાત્રો વચ્ચે ભારે દુશ્મનાવટ અને તણાવ જોવા મળશે. આ ઉપરાંત વાર્તામાં ડ્રગ્સનો એંગલ પણ સામે આવ્યો છે. વાર્તામાં ઇમરાનનો મુખ્ય હેતુ શું છે, દિશા પટાની અને તેનું પાત્ર કેવી રીતે એકબીજા સાથે જોડાય છે અને પ્રેમ કહાની કેવી રીતે આગળ વધે છે તે ફિલ્મ રિલીઝ થયા બાદ જ સ્પષ્ટ થશે.
સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ
મુખ્ય કલાકારો: ઇમરાન હાશ્મી, દિશા પટાની અને શબાના આઝમી.
ડિરેક્ટર: આ ફિલ્મનું નિર્દેશન નિરિત કક્કડ (Nitin Kakkar) દ્વારા કરવામાં આવ્યું છે.
રિલીઝ તારીખ: આ ફિલ્મ 14 August 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.




