અમદાવાદ: જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ‘JITO FCP ડિરેક્ટરી’નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે.
આ FCP ડિરેક્ટરી જીટોના સભ્યો અને તેમના પરિવારો વચ્ચે વ્યવસાયિક નેટવર્કિંગ, વૈવાહિક સંબંધો અને પરસ્પર ઓળખ વધારવા માટેનું એક અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. તેમાં સભ્યો, તેમના વ્યવસાયો અને પરિવારની વિગતવાર માહિતી સાથેના ફોટોગ્રાફ્સ સમાવવામાં આવ્યા છે, જેથી સમગ્ર સમુદાય એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે અને સાર્થક સંબંધો કેળવી શકે.
આ ડિરેક્ટરી માત્ર એક પુસ્તક નથી, પરંતુ જીટો કમ્યુનિટી માટે એક વ્યાપક પારિવારિક અને બિઝનેસ નેટવર્કિંગ સ્ત્રોત છે.






