અમદાવાદઃ આજે મંગળવારનો દિવસ ભારતીય શેરબજાર અને કરન્સી માર્કેટ માટે ખાસ રહ્યો હતો. લગભગ છ વર્ષ બાદ પહેલી વાર રૂપિયાએ એક જ દિવસે એટલી મોટી છલાંગ લગાવી કે રોકાણકારો અને વેપારીઓ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ડોલર સામે ભારતીય રૂપિયા 1 રૂપિયા 45 પૈસા મજબૂત થયો હતો. ડોલર સામે રૂપિયો 90.40એ બંધ આવ્યો હતો.
બજારને સૌથી મોટો આધાર ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને થયેલી નવી જાહેરાતથી મળ્યો હતો. આ સમાચારથી માર્કેટ સેન્ટિમેન્ટ બદલાયું અને રૂપિયાને નવી તાકાત મળી. 26 માર્ચ, 2020 બાદ રૂપિયામાં આ સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી રહી. એટલું જ નહીં, ટકાવારી મુજબ જોવામાં આવે તો ડિસેમ્બર, 2018 બાદની આ સૌથી મોટી તેજી છે.
આજે રૂપિયામાં જોવા મળેલી મજબૂતીને છેલ્લાં છ વર્ષમાં એક દિવસની સૌથી મોટી મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે. ડોલર સામે ભારતીય રૂપિયાએ આજે જે મજબૂતી બતાવી છે, તેને બજાર છ વર્ષમાં એક દિવસની સૌથી મોટી તેજી તરીકે ગણાવી રહ્યું છે. એક અમેરિકી ડોલર સામે રૂપિયા સીધા 1.45 રૂપિયા મજબૂત થયો. આ વધારો ગઈ કાલની તુલનામાં નોંધાયો છે, તેથી આજે આખું ફોકસ કરન્સી માર્કેટ પર રહ્યું હતું.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યું કે જેમ-જેમ રૂપિયા મજબૂત થયો, તેમ-તેમ બજારનું સેન્ટિમેન્ટ પણ ઝડપથી સુધરતું ગયું. ગઈ કાલ સુધી ડોલર સામે રૂપિયા પર થોડું દબાણ હતું, પરંતુ આજે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. ટ્રેડર્સ અને રોકાણકારોએ રૂપિયાની મજબૂતીને એક મજબૂત સંકેત તરીકે લીધું.
* ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને થયેલી નવી જાહેરાત
* આ સમાચાર બાદ બજારમાં વિશ્વાસ પાછો ફર્યો અને રૂપિયામાં તેજી આવી

કરન્સી માર્કેટના જાણકારો માને છે કે જ્યારે બે મોટા અર્થતંત્રો વચ્ચે ટ્રેડ ડીલ અથવા મોટા વ્યાપારિક કરારને લઈને સકારાત્મક સંકેત મળે છે, ત્યારે રોકાણકારોની માનસિકતા તરત બદલાઈ જાય છે.




