પટનાઃ બિહારના જમુઈમાં છોકરા અને છોકરી સાથે થયેલી મારપીટ અને છેડછાડની ઘટના પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહાર સરકાર પાસે જવાબ માગ્યો છે અને તમામ આરોપીઓની પોક્સો (POCSO) એક્ટ હેઠળ ધરપકડ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે જે ઘટના બની છે તે સંસ્કૃતિ નહીં પરંતુ પિતૃસત્તા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે પોલીસે સાત લોકો સામે FIR નોંધવામાં આવી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે બિહારના જમુઈનો એક વિડિયો ખૂબ જ બેચેન કરનારો છે. 10મા ધોરણના એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને રસ્તામાં જબરજસ્તી રોકી લેવામાં આવ્યાં. તેમને રંજાડવામાં કરવામાં આવ્યાં, અપમાનિત કરવામાં આવ્યાં અને વિદ્યાર્થિની સાથે ઉત્પીડન કરવામાં આવ્યું. બાળકી હાથ જોડીને તેને જવા દેવાની વિનંતી કરતી રહી, પરંતુ ગુંડાઓ તેને ખોટી રીતે સ્પર્શ કરતા અને ખેંચતાણ કરતા રહ્યા. આ લોકોને આવી બદતમીજી કરવાનો અધિકાર કોણે આપ્યો? આ સંસ્કૃતિ નથી, આ પિતૃસત્તા છે. આ વિચાર કે કોઈ પણ પુરુષનું છોકરીના શરીર, તેની અવર-જવર અને તેની પસંદ-નાપસંદ પર નિયંત્રણ છે.
ગુનેગારો હજુ સુધી જેલમાં કેમ નથી?: રાહુલ
તેમણે કહ્યું હતું કે જ્યારે નિયંત્રણને જ સંસ્કૃતિ માનીને ‘અંધભક્ત’ આવી માનસિકતાને સામાન્ય ઠેરવે છે, ત્યારે ભીડને લાગવા લાગે છે કે તે જ કાયદો છે. જો આ ઘટના 19 સપ્ટેમ્બરની છે, તો ગુનેગારો હજુ સુધી જેલ પાછળ કેમ નથી? બિહાર સરકાર જવાબ આપે કે સાંજે સાત વાગ્યે રાજ્યના રસ્તાઓ પર કોઈ છોકરી સુરક્ષિત કેમ નથી?
The video from Jamui, Bihar is deeply disturbing.
Two Class 10 students were stopped on a road. Harassed. Humiliated. Molested. A young girl, hands folded, begged to be let go while goons groped her and dragged her away.
Who gave these men the right to behave like this? This is…
— Rahul Gandhi (@RahulGandhi) September 21, 2026
શું છે મામલો?
વાયરલ વિડિયોમાં છોકરો સ્કૂટર ચલાવતો દેખાઈ રહ્યો છે અને છોકરી તેની પાછળ બેઠી છે, જ્યારે કેટલાક લોકો તેમને ઘેરી લે છે. બંને વારંવાર જૂથની માફી માગે છે. છોકરો આસપાસના લોકોને જણાવે છે કે તેઓ એક જ શાળામાં ભણે છે અને ઘરના બધાને તેમના વિશે ખબર છે. પછી જૂથમાંથી એક માણસ છોકરાને થપ્પડ મારે છે અને કહે છે, જો તેમને ખબર છે, તો તેમને ફોન કરો. બીજો એક માણસ કહેતો સંભળાય છે, પરિવારને ફોન કરો.




