ચંડીગઢઃ પંજાબના રાજકારણમાં ફરી એક વાર મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા છે. ભાજપ અને તેના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે ચૂંટણીલક્ષી ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને લગભગ સહમતી બની ગઈ છે. અહેવાલ પ્રમાણે ગુરુ નાનક જયંતીની આસપાસ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 47થી 48 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જો બેઠકોની વહેંચણીનું આ જ ફોર્મ્યુલા નક્કી થાય છે, તો રાજ્યના રાજકારણમાં ભાજપ માટે આ મોટો ફેરફાર હશે.
અગાઉ અકાલી દળ સાથેના ગઠબંધન દરમિયાન ભાજપને ઘણી ઓછી બેઠકો મળતી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અકાલી દળે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપના ફાળે માત્ર 23 બેઠકો આવી હતી. આવી સ્થિતિમાં આ વખતે ભાજપની બેઠકોની સંખ્યા બમણાથી પણ વધુ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે.
24 વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યા બાદ ફરી વધી રહી છે નિકટતા
ભાજપ અને અકાલી દળ વચ્ચેનું ગઠબંધન લગભગ 24 વર્ષ સુધી ચાલ્યું હતું. જોકે 26 સપ્ટેમ્બર, 2020એ રોજ કૃષિ કાયદાઓને મુદ્દે બંને પક્ષોના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ પંજાબમાં ભાજપે પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે એકલા હાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. હવે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં બંને પક્ષો વચ્ચે ફરી ગઠબંધનની શક્યતાઓ મજબૂત બની રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ અનેક વખત ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. શરૂઆતમાં ભાજપે આ પ્રસ્તાવથી અંતર જાળવ્યું હતું, પરંતુ હવે વાતચીત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.
ભાજપમાં ગઠબંધન મુદ્દે બે જૂથ?
કેટલાક નેતાઓ ગઠબંધનના સમર્થનમાં છે, જ્યારે ચારથી પાંચ દાયકાથી પક્ષ સાથે જોડાયેલા જૂના નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ગ્રેવાલે સ્પષ્ટ કહ્યું કે તેઓ પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો પર ભાજપ ચૂંટણી લડે તેના પક્ષમાં છે. તેમણે કહ્યું કે સરકારો આવતી-જતી રહે છે, પરંતુ પંજાબમાં રાષ્ટ્રવાદી વિચારધારાનું મજબૂત થવું જરૂરી છે.
Chandigarh: On the upcoming Punjab Assembly elections, Punjab BJP State President Kewal Singh Dhillon says, “I think you have more information than I do. The only information I have is that we are going to contest all 117 seats, and we are fully prepared.” https://t.co/kJ7O51jDl5
— IANS (@ians_india) November 16, 2026
અમિત શાહે પણ ગઠબંધનના સંકેત આપ્યા હતા?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પંજાબના રાજકારણને લઈને મોટું નિવેદન આપ્યું હતું.






