નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના મામલે નવો વળાંક આવ્યો છે. પટનામાં એક કાર્યક્રમ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદી અંગે કરેલી તીખી ટિપ્પણીથી રવિવારે વિવાદ ઊભો થયો હતો. ભાજપનો આરોપ છે કે ખડગેએ માત્ર વડા પ્રધાન અને તેમના દિવંગત પિતાનું જ નહીં, પરંતુ સમગ્ર દેશનું અપમાન કર્યું છે.
ખડગેએ ભીડમાં હાજર એક વ્યક્તિની વાતના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. આ વ્યક્તિને એવું કહેતી સાંભળવામાં આવી હતી કે…મોદી નહીં જાય.” તેના જવાબમાં મંચ પરથી ખડગેએ કહ્યું હતું કે મોદીનો બાપ પણ જશે અને આ વાત ત્રણ વખત દોહરાવી હતી. આરોપ છે કે કોંગ્રેસના સમર્થકોએ સંતોષકુમાર નામની આ વ્યક્તિને માર માર્યો હતો અને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષને થઈ હતી ગેરસમજ?
પીએમ મોદીના પિતા અંગે કોંગ્રેસ અધ્યક્ષે કરેલા વિવાદાસ્પદ નિવેદનના મામલે હવે નવો વળાંક આવ્યો છે. ભાજપ આ મુદ્દે પહેલેથી જ આક્રમક છે અને તેણે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
STORY | BJP to hold nationwide protest on Monday against Kharge’s ‘baap’ remark for Modi
The BJP has announced a nationwide protest on Monday against Congress president Mallikarjun Kharge’s “indecent and offensive” remarks targeting Prime Minister Narendra Modi.
Kharge sparked a controversy on Sunday with his “Modi ka baap bhi jayega” remark in response to an audience member’s comment that “the prime minister would not go anywhere”, during an event in Delhi marking the birth anniversary of Bihar’s first chief minister, Shrikrishna Singh.
READ: https://t.co/OOMo1xm9ye
— Press Trust of India (@PTI_News) October 25, 2026
પીએમ મોદી વિરુદ્ધ શું કહેવા માગતા હતા સંતોષકુમાર?
આ કાર્યક્રમ સ્થળની બહાર કાઢી મૂકવામાં આવ્યા બાદ સંતોષકુમારે કહ્યું હતું કે હું કહી રહ્યો હતો કે જ્યાં સુધી કોઈ બળવો નહીં થાય, ત્યાં સુધી મોદી નહીં જાય, પરંતુ મારી વાતનો માત્ર એક જ ભાગ સાંભળવામાં આવ્યો અને તેને ખોટી રીતે સમજવામાં આવ્યો. આ ઘટના બિહારના પ્રથમ મુખ્ય મંત્રી શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બની હતી. ખડગેના ભાષણ દરમિયાન આખા હોલમાં ‘મોદી ક્યાંય નહીં જાય’ જેવા શબ્દો સંભળાતાં હોબાળો મચી ગયો હતો. આ સાંભળીને કોંગ્રેસ અધ્યક્ષે ગુસ્સામાં ટિપ્પણી કરી હતી. આ વ્યક્તિએ આ શબ્દો કહ્યા બાદ તરત જ ત્યાં હાજર લોકોએ તેને ઘેરી લીધો હતો, જમીન પર પછાડ્યો હતો અને માર માર્યા બાદ કાર્યક્રમ સ્થળની બહાર કાઢી મૂક્યો હતો.






