બ્લેક મન્ડેઃ સેન્સેક્સ 1600 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો 95ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ સિરીઝ એક્સપાયરીએ બજારમાં વેચવાલી ફરી વળી હતી. નિફ્ટીમાં કોવિડ પછી સૌથી મન્થલી ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ખાનગી બેન્કો PSU બેન્ક શેરો એક ટકાથી બે ટકા સુધી ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ, સ્મોલકેપ શેરોમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોના રૂ. 10 લાખ કરોડ સ્વાહા થયા હતા. લગભગ તમામ સેક્ટરમાં દબાણ જોવા મળ્યું હતું.

BSE સેન્સેક્સ 1,635.67 પોઇન્ટ તૂટીને 71,947.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50  488.20 પોઇન્ટ તૂટીને 22,331.40 પર બંધ થયો હતો. બજારમાં વેચવાલી એટલી તેજ હતી કે સેન્સેક્સના મોટા ભાગના શેર નરમ બંધ થયા હતા.

બેન્કિંગ સેક્ટર પર સૌથી વધુ અસર

બેન્કિંગ શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું. RBI દ્વારા ફોરેક્સ નિયમો કડક બનાવ્યા બાદ HDFC બેંક, ICICI બેંક, SBI અને એક્સિસ બેંક* જેવા મોટા બેન્કોના શેર લગભગ 5 ટકા સુધી તૂટ્યા હતા. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1999 અંક ઘટીને 50,275 પર બંધ થયો હતો

 રૂપિયાનો નવો રેકોર્ડ નીચો સ્તર

ડોલર સામે રૂપિયા 95નો સ્તર પાર કરીને 95.22 સુધી પહોંચ્યો, જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર છે. એ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો ચાલુ રહ્યો. બ્રેન્ટ ક્રૂડ $ 115 પ્રતિ બેરલથી ઉપર પહોંચતાં HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં લગભગ 2 ટકા ઘટાડો નોંધાયો હતો.

અમેરિકા-ઇરાન યુદ્ધનો પ્રભાવમિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ખોરવાઈ જવાની ભીતિને કારણે વૈશ્વિક બજારો નબળાં રહ્યાં હતાં.

વિદેશી રોકાણકારોની સતત વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) સતત ભારતીય બજારમાંથી નાણાં બહાર કાઢી રહ્યા છે, જેને કારણે બજાર પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.

BSE પર કુલ 4593 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 876 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3563 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 154 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 64 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 1546 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 153 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 414 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.