દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી FlyDubai ની ફ્લાઈટ FZ1073 માં મધ્ય આકાશમાં ઘટેલી એક ભયાનક ઘટનામાં ગુજરાતી પાઈલટ સ્મિત મચ્છારે અદમ્ય સાહસ અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કો-પાઈલટ દ્વારા વિમાનને ક્રેશ કરવાના કાવતરાને પોતાની જાન જોખમમાં મૂકીને નિષ્ફળ બનાવનાર કેપ્ટન સ્મિત મચ્છારને ગુજરાત સરકાર દ્વારા સર્વોચ્ચ બહાદુરી સન્માન આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાંબાઝ પાઈલટ સ્મિત મચ્છારની અસાધારણ માનવીય સેવા અને દેશનું નામ રોશન કરવા બદલ તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ થી નવાજવાની જાહેરાત કરી છે. આ એવોર્ડ સાથે તેમને રાજ્ય સરકાર તરફથી Rs 25 Lakh નું રોકડ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવશે.

કોકપિટમાં શું ઘટી હતી ભયાનક ઘટના?
બુધવાર, 30 September ના રોજ FlyDubai ના વિમાન FZ1073 એ દુબઈથી તેલ અવીવ માટે ઉડાન ભરી હતી, જેમાં 174 મુસાફરો સવાર હતા. ઈઝરાયેલી અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ, ઓમાનના નાગરિક એવા કો-પાઈલટે અચાનક જ કોકપિટની અંદર મુખ્ય પાઈલટ સ્મિત મચ્છાર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ વિમાન નિયંત્રણ બહાર થઈને માત્ર 30 seconds માં અંદાજે 14,000 feet નીચે આવી ગયું હતું. ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં, કેપ્ટન સ્મિતે હિંમત હાર્યા વગર કો-પાઈલટને કાબૂમાં લીધો હતો અને વિમાનનું ઈમરજન્સી કંટ્રોલ પાછું મેળવીને તમામ 174 મુસાફરો સાથે ફ્લાઈટને ઈઝરાયેલમાં સુરક્ષિત લેન્ડ કરાવી હતી.
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત…
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2026
દેશભરમાં પ્રાર્થનાઓનો દોર, કેન્દ્ર સરકાર પાસે પણ એવોર્ડની માંગ
હાલમાં કેપ્ટન સ્મિત મચ્છારની દુબઈની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. દેશના આ સાચા હીરો વહેલી તકે સાજા થઈ જાય તે માટે સમગ્ર દેશમાં પૂજા-અર્ચના થઈ રહી છે:
સોમનાથ મહાદેવ મંદિર: ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કેપ્ટન સ્મિતના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વિશેષ મહાપૂજા યોજવામાં આવી હતી.
કાશી વિશ્વનાથ ધામ (વારાણસી): બાબા વિશ્વનાથ ધામ ખાતે રુદ્રાભિષેક અને મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
મુંબઈ: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થાનિક લોકોએ હાથમાં તિરંગો અને સ્મિતની તસવીર રાખીને પ્રાર્થના કરી હતી તથા કેન્દ્ર સરકાર પણ તેમને રાષ્ટ્રીય કક્ષાનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર આપે તેવી માંગ કરી છે.




