13 કંપની 4,750 કરોડનાં કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, બલરામપુર ચિની મિલ્સ, કોટક મહિન્દ્રા પ્રાઈમ, જેએસડબલ્યુ સ્ટીલ, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એક્સિસ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપની, નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ અને રેડિંગટન (ઈન્ડિયા)એ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.1,200 કરોડ, રૂ.550 કરોડ, રૂ.500 કરોડ, રૂ.500 કરોડ, રૂ.500 કરોડ, રૂ.350 કરોડ, રૂ.300 કરોડ, રૂ.250 કરોડ, રૂ.200 કરોડ, રૂ.100 કરોડ, રૂ.100 કરોડ, રૂ.100 કરોડ અને રૂ.100 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 20 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 85 ઈશ્યુઅરોના રૂ.2,10,282 કરોડના કમર્શિયલ પેપર્સના 703 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 147 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.10 13 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (17 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,83,746 કરોડ (82.52 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,39,845 કરોડનું ભંડોળ (33.75 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (17 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,48,327 કરોડ (133.44 અબજ ડોલર) એકત્ર કર્યા છે.