આદિત્ય બિરલા કેપિટલનો એકત્રિત ત્રિમાસિક ચોખ્ખો નફો 30% વધ્યો

મુંબઈઃ આદિત્ય બિરલા કેપિટલએ 30 સપ્ટેમ્બર, 2022 અંતેનાં કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે, જે મુજબ કરવેરા બાદનો ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ રૂ.377 કરોડથી 30 ટકા વધીને રૂ.488 કરોડ થયો છે, જે અત્યાર સુધીનો સૌથી અધિક ઊંચો નફો છે. કંપનીની એકત્રિત આવક રૂ.5,970 કરોડથી વાર્ષિક ધોરણે 21 ટકા વધીને રૂ.7,210 કરોડ થઈ છે. કંપનીના ગ્રાહકોમાં 20 લાખનો વધારો થયો છે, જે વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીના ગ્રાહકોની સંખ્યા 4.1 કરોડની થઈ ગઈ છે.

કંપનીનું ધિરાણ કામકાજ 31 ટકા વધીને રૂ.77,430 કરોડ અને હેલ્થ તેમ જ લાઈફ  ઈન્સ્યુરન્સ પ્રીમિયની આવક 24 ટકા વધીને રૂ.4,394 કરોડ થઈ છે.