ભારતમાં મંદીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છેઃ આઈએમએફ ચીફ

વોશિગ્ટન: આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ(ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે, હાલ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓ મંદીનો સામનો કરી રહી છે, પરંતુ ભારત જેવા સૌથી મોટા ઉભરતા બજારની અર્થવ્યવસ્થામાં આ વર્ષે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ મંગળવારે સંકેત આપ્યા કે ચારે બાજુ ફેલાયેલી મંદીનો અર્થ છે કે વર્ષ 2019-20 દરમ્યાન વૃદ્ધિ દર આ દશકની શરૂઆતથી અત્યાર સુધીના નિમ્નતમ સ્તરે પહોંચી જશે. ક્રિસ્ટાલિના જણાવ્યા પ્રમાણે, વિશ્વનો 90 ટકા હિસ્સો ઓછી વૃદ્ધિનો સામનો કરશે.

આઈએમએફના એમડીના તરીકે પ્રથમ ભાષણમાં ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે બે વર્ષ પહેલા, વૈશ્વિક ઈકોનોમિ સમકાલિક રૂપથી ઉંચાઈ તરફ જઈ રહી હતી, અને વિશ્વનો લગભગ 75 ટકા હિસ્સો વધી રહ્યો હતો. હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીમાં છે. વર્ષ 2019માં મને લાગે છે કે વિશ્વના લગભગ 90 ટકા ભાગમાં વૃદ્ધિ ઘટશે.

તેમણે કહ્યું અમેરિકા અને જર્મનીમાં બેરોજગારીમાં એતિહાસિક ઘટાડો છે. તેમ છતાં પણ અમેરિકા, જાપાન અને વિશેષ રૂપથી યુરો ક્ષેત્રની વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આર્થિક ગતિવિધિઓમાં નરમાઈ જોવા મળી છે. જોકે ભારત અને બ્રાઝિલ જેવા કેટલાક ઉભરતા બજારની અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે. વૈશ્વિક વેપારની વૃદ્ધિ લગભગ અટકી ગઈ છે. આઈએમએફએ ઘરેલું માંગ વધાવાની શકયતાઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન નાણાકીય વર્ષ 2019-20 માટે 0.3 ટકા ઘટાડી તેને 7 ટકા કર્યું છે.

આ મહિને ક્રિસ્ટીન લાગાર્ડેના સ્થાન પર આઈએમએફનું ટોપ પદ સંભાળનાર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે મુદ્રાઓ એક વાર ફરી મહત્વની થઈ ગઈ છે અને વિવાદ ઘણા દેશો તથા અન્ય મુદ્દાઓ સુધી ફેલાયો છે.