ભારતમાં થયેલા આર્થિક સુધારાઓના પરિણામ આવવા લાગ્યાંઃ IMF

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડનું કહેવું છે કે ભારત દ્વારા લાગુ કરવામાં આવેલા આર્થિક સુધારાઓના પરિણામ સામે આવવા લાગ્યાં છે અને આનાથી લોકોને ફાયદો પણ થયો છે. આનાથી આ પ્રકારના અન્ય વધારે પગલાં ભરવાનો આધાર મજબૂત બન્યો છે. આઈએમએફના ઉપ પ્રબંધ નિદેશક ડેવિડ લિપ્ટને જણાવ્યું છે ઘણી અડચણો છતાં પણ જીએસટીને લાગુ કરવાથી લોક ફાઈનાંસનો આધાર મજબૂત તથા સુરક્ષિત કરવામાં મદદ મળશે.

લિપ્ટને જણાવ્યું કે બેંકોની સમસ્યાને પહોંચી વળવા માટે ભરવામાં આવેલા પગલાઓ પણ મહત્વપૂર્ણ છે. ડિજિટલ ઓળખ ટેકનીક અને અન્ય ઢાંચાગત સુધાર વગેરે ઉલ્લેખનીય પગલા છે કે જે સમાવેશી વૃદ્ધિ અને ભારતને એક આર્થિક કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે. આઈએમએફ અને વિશ્વ બેંકની ગ્રીષ્મકાલીન બેઠકના અવસર પર તેમણે જણાવ્યું કે નિશ્ચિત રૂપે અત્યારે હજી ઘણું કરવાનું બાકી છે પરંતુ ભારતે અત્યાર સુધી જે પગલા ભર્યા છે તેનો ફાયદો જોવા મળી રહ્યો છે.