વધુ પાંચ કંપનીઓ રૂ. 890 કરોડનાં કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – આદિત્ય બિરલા ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, કેઈસી ઈન્ટરનેશનલ, આદિત્ય બિરલા મની અને ફુલરટોન ઈન્ડિયા ક્રેડિટ કંપનીએ તેમના અનુક્રમે રૂ. 500 કરોડ, રૂ. 165 કરોડ, રૂ. 150 કરોડ, રૂ. 50 કરોડ અને રૂ. 25 કરોડના કમર્શિયલ પેપરના ઈશ્યુને બીએસઈના બોન્ડ પ્લેટફોર્મ લિસ્ટ કરવા માટેની આજે અરજી કરી છે. તેમનાં કમર્શિયલ પેપર્સ 19 ડિસેમ્બર, 2019થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 16 ઈશ્યુઅરોના રૂ.17,835 કરોડના કમર્શિયલ પેપર્સના 32 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 116 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 5.30 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે અત્યાર સુધીમાં રૂ. 9,18,412 કરોડનું ભંડોળ (129 અબજ ડોલર) એકત્ર કર્યું છે. નાણાકીય વર્ષ 2019-20માં (13 ડિસેમ્બર, 2019) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક 2,11,930 ( 29.85 અબજ ડોલર) એકત્ર કરી આશરે 62 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે.