વાસ્તવિક આર્થિક વિકાસ જાણવા મોદી સરકારની અસંગઠિત ક્ષેત્ર પર નજર

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થાની પઝલને સોલ્વ કરવી એક અઘરું કાર્ય પહેલેથી જ રહ્યું છે કારણ કે તેમાં વિશ્વસનીય નોકરીઓના આંકડાઓ ગાયબ રહે છે. મોદી સરકારે આ ક્ષતિને દૂર કરવા માટે વિશેષ યોજના બનાવી છે. સરકાર અનઔપચારિક ક્ષેત્રમાં રોજગારનો એક નકશો તૈયાર કરવાની છે ત્યાં જ શ્રમ મંત્રાલયે પણ પણ એક ત્રિમાસિક સર્વેક્ષણનું પ્રકાશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ખૂબ મોટો સર્વે છે કે જેનાથી આખા દેશને મોટો ફાયદો મળશે. 90 ટકાથી વધારે મજૂર વર્ગના લોકો અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે જેના કારણે અર્થવ્યવસ્થામાં તેમના યોગદાન અને નીતિઓના નિર્માણમાં તેમની સહભાગીતા અનદેખી રહી જાય છે.

આપને જણાવી દઈએ કે 2014માં મોદી સરકાર ત્રણ દશકના સૌથી મોટા બહુમત સાથે સરકારમાં આવી હતી. ચૂંટણી પહેલા યુવાનોને વાયદો કરવામાં આવ્યો હતો કે 1 વર્ષમાં 1 કરોડ જેટલા રોજગારીના અવસરોનું સર્જન કરવામાં આવશે. અત્યારે અનઔપચારીક ક્ષેત્રના રોજગારના આંકડા મોદી સરકારને તેમાં નીષ્ફળ દર્શાવી રહ્યા છે. આ નવા પગલાથી સરકાર સિદ્ધ કરવાની કોશીષ કરશે કે 5 વર્ષના કાર્યકાળમાં વાયદા અનુસાર રોજગારમાં વધારો થયો છે.

ભારતમાં દર વર્ષે લગભગ 1 કરોડ 2 લાખ યુવાનો કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરવા યોગ્ય થઈ જાય છે. વર્લ્ડ બેંકનું કહેવું છે કે ભારતમાં આશરે 80 લાખ જેટલી નોકરીની તકો પ્રત્યેક વર્ષે સર્જાવી જોઈએ. દેશમાં બેરોજગારી છે તે વાતની સાબીતી તે વાત પરથી સીદ્ધ થાય છે કે રેલવેમાં 90 હજાર જેટલી જગ્યાઓ માટે 2 કરોડ 80 લાખ લોકોએ અરજી કરી હતી.