Jio અહીં આપી રહ્યું છે 2200 કેશબેક અને 100 GB ડેટા

અમદાવાદ- વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા નેટવર્ક જિઓ ભારતીય ગ્રાહકો માટે રેડમી ગોની એક્સ્લુઝિવ ઓફર લઈને આવ્યું છે. ‘શાઓમી રેડમી ગો’ નો નવો લોન્ચ થયેલો સ્માર્ટફોન એફોર્ડેબલ સ્માર્ટફોન તરીકે પોઝિશન ધરાવે છે. આ ફોન પર જિઓ તેની આકર્ષક કેશબેક અને ડેટા ઓફર લઈને આવ્યું છે. રેડમી ગો 22 માર્ચ 2019થી સમગ્ર દેશમાં લોન્ચ થયો છે.

જિઓ-રેડમી ઓફર

જિઓ શાઓમી રેડમી ગો સાથે એકસ્લુઝિવ પાર્ટનરશિપ ધરાવે છે. આ ઓફરમાં ગ્રાહકોને 2,200 રૂપિયાનો ઇન્સ્ટન્ટ કેશબેક અને શાઓમી રેડમી પર 100 જીબીનો વધારાનો ડેટા પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઓફર 198 અને 299ના રિચાર્જ પર ઉપલબ્ધ છે.

2,200 રૂપિયાની કેશબેક 50 રૂપિયાની 44 કૂપનના સ્વરૂપમાં માય જિઓ એપમાં જમા થશે. આ વાઉચર 198 અને 299 રૂપિયાના રિચાર્જ પર વટાવી શકાશે. આમ 198 રૂપિયાનું તમે રિચાર્જ કરાવો તો કેશબેક વાઉચરના લીધે તે 148 રૂપિયામાં પડશે. આ જ રીતે 299 રૂપિયાનું વાઉચર 249 રૂપિયામાં પડશે. સબસ્ક્રાઇબરોને 100 જીબી ડેટા દર ડેટા કુપન્સ સાથે 10 જીબીના સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. તેને અધિકૃત સમયગાળા પછીના દસ રિચાર્જમાં વટાવવાની રહેશે.

મહત્વનું છે કે, જિઓની એડવાન્સ ટેક્નોલોજી, હાઇ-સ્પીડ ડેટા, ફ્રી એચડી વોઇસ અને પ્રીમિયમ કન્ટેન્ટના લીધે રેડ મી ગોના ગ્રાહકોને ચોક્કસ પણે હાઈ-સ્પીડ ડેટાનો અનુભવ કરી શકશે.