નેપાળે બાબા-રામદેવની કંપનીની દવાઓ પર પ્રતિબંધ મૂક્યો

કાઠમંડુઃ નેપાળે ઝાઈડસ લાઈફસાયન્સીસ અને દિવ્ય ફાર્મસી સહિત ભારતની 16 કંપનીઓની દવાઓની આયાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ‘મની કન્ટ્રોલ.કોમ’ના અહેવાલ મુજબ, આ કંપનીઓ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ઉત્પાદનને લગતા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હોવાનું નેપાળે કારણ આપ્યું છે.

મની  નેપાળી ઔષધિ નિયામક સંસ્થાનું કહેવું છે કે આ પ્રતિબંધ એક રાબેતા મુજબનું પગલું છે અને અસરગ્રસ્ત કંપનીઓ એમની અરજીઓ દ્વારા ફેરવિચારણા કરવાની વિનંતી કરી શકે છે.