વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકની ૨૧મી આવૃત્તિનું વિમોચન

અમદાવાદ: ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી એવા કારકિર્દી માર્ગદર્શન પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની ૨૧મી આવૃત્તિનું તાજેતરમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગીઓ દ્વારા સતત ૨૧મા વર્ષે આ પુસ્તક પ્રસિદ્ધ કરાયું છે.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ પુસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નેતાઓએ આ અવિરત સેવાયાત્રાને બિરદાવી શિક્ષણના વ્યાપારીકરણ સામે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકને આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ

  • દ્વિભાષી માહિતી: વિદ્યાર્થીઓની સરળતા માટે તમામ વિગતો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

  • ૩૦૦થી વધુ કોર્ષ: આર્ટસ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ ૩૦૦થી વધુ અભ્યાસક્રમો અને જરૂરી કૌશલ્યો (Skills) ની માહિતી.

  • પ્રવેશ પરીક્ષાઓ: રાષ્ટ્રીય સંસ્થાઓની વિગતો સાથે ૪૦થી વધુ પ્રવેશ પરીક્ષાઓ (Entrance Exams) નું માર્ગદર્શન.

  • એક જ જગ્યાએ બધી વિગતો: રાજ્યની કોલેજો, ઉપલબ્ધ બેઠકો, સરકારી સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) અને એજ્યુકેશન લોન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા.નિઃશુલ્ક ડાઉનલોડ: કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા બે દાયકાથી પૂરા પાડવામાં આવતા આ નિઃશુલ્ક માર્ગદર્શનનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પુસ્તકને www.incgujarat.com અને www.careerpath.info વેબસાઇટ પરથી મફત ડાઉનલોડ કરી શકશે.