નવી દિલ્હીઃ કાવેરી જળ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે તામિલનાડુની એ અરજી ફગાવી દીધી છે, જેમાં કર્ણાટકને કાવેરીનું 11 ટીએમસી પાણી છોડવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી, જેથી પાણીની કથિત અછતને દૂર કરી શકાય.
તામિલનાડુએ પાણીની અછતની ખેડૂતો અને પાક પર થતી અસરનો હવાલો આપીને વધારાના પાણીની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કર્ણાટકને કાવેરીનું 11 ટીએમસી પાણી છોડવાનો નિર્દેશ આપવાની માગ કરતી તમિલનાડુની અરજી ફગાવી દીધી છે.
News Alert! SC dismisses Tamil Nadu’s pleas seeking direction to Karnataka government for release of 11 TMC of water from Cauvery river. https://t.co/L4sEQ5iUYp
— Press Trust of India (@PTI_News) November 20, 2026
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપારેશ સિંહે આપ્યો આદેશ
આ કેસમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપારેશ સિંહની બેન્ચે આ આદેશ પસાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં તામિલનાડુ તરફથી દલીલ કરવામાં આવી હતી કે 6 ઓક્ટોબર સુધી આંતરરાજ્ય સરહદના માપન સ્થળ બિલિગુન્ડુલુ ખાતે પાણીના પ્રવાહમાં 11.719 હજાર મિલિયન ઘનફૂટ (TMCFT)ની ઘટ નોંધાઈ છે. તામિલનાડુએ એવી પણ દલીલ કરી હતી કે કર્ણાટક પાસે પૂરતું પાણી હોવા છતાં તે પાણી છોડતું નથી.

કાવેરી નદી આટલી મહત્વપૂર્ણ કેમ છે?
કાવેરી નદી કર્ણાટકના કોડાગુ જિલ્લામાં પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. આ નદી કર્ણાટકમાંથી પસાર થઈ તામિલનાડુમાં પ્રવેશ કરે છે અને અંતે બંગાળની ખાડીમાં જઈને મળે છે. તામિલનાડુના કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં આ નદીના પાણી પર આધારિત છે. બીજી તરફ, કર્ણાટકમાં ખેડૂતો તેમ જ બેંગલુરુ જેવાં મોટાં શહેરો પીવાના પાણીની જરૂરિયાત માટે કાવેરી નદી પર નિર્ભર છે.






