ચાંગા: ચારુસેટ (CHARUSAT) યુનિવર્સિટીએ પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેઈનેબિલિટી ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગ્રીન મેન્ટર્સ દ્વારા આયોજિત નેશનલ ગ્રીન યુનિવર્સિટી રેન્કિંગ (NGUR) 2026માં યુનિવર્સિટીને ગોલ્ડ રેટિંગ એનાયત કરવામાં આવ્યું છે. સાથે જ ચારુસેટે ભારતની ટોપ-50 ગ્રીન યુનિવર્સિટીની યાદીમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત અને ટકાઉ વિકાસ (Sustainable Development) પ્રત્યેની ચારુસેટની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કેમ્પસમાં પર્યાવરણલક્ષી વિવિધ ઉપક્રમો
યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં ઈકો-ફ્રેન્ડલી વાતાવરણ નિર્માણ કરવા માટે અનેકવિધ હરિયાળા પગલાં લેવામાં આવી રહ્યા છે:
-
વૃક્ષારોપણ અને હરિયાળી: કેમ્પસની જૈવ-વિવિધતા જાળવવા સઘન વૃક્ષારોપણ.
-
સંસાધનોનું સંરક્ષણ: જળ અને ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ તથા ગ્રીન ટેકનોલોજીનો અપનાવ.
-
જાગૃતિ અભિયાન: વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓમાં પર્યાવરણીય જવાબદારી વિકસાવવા સતત સેમિનાર અને પ્રવૃત્તિઓનું આયોજન.

યુનિવર્સિટી પરિવાર તરફથી આ સિદ્ધિ બદલ હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ચારુસેટ પ્રશાસને જણાવ્યું હતું કે, “આજનું દરેક હરિયાળું પગલું આવતીકાલને વધુ સ્વચ્છ, સ્માર્ટ અને સસ્ટેઈનેબલ બનાવશે. NGUR 2026નું આ ગોલ્ડ રેટિંગ ભવિષ્યમાં પણ ગ્રીન ઈનિશિયેટિવ્સને નવી ઉંચાઈ પર લઈ જવા માટે પ્રેરણાસ્રોત બનશે.”




