નવી દિલ્હી: દિલ્હીમાં ચાલી રહેલા કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે 400થી વધુ પાકિસ્તાની સોશિયલ મિડિયા હેન્ડલ્સની ઓળખ કરી છે, જે ખોટી માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા પર ભ્રામક માહિતી ફેલાવવાના કેટલાક પ્રયાસો નોંધાયા છે. અત્યાર સુધીમાં 400થી વધુ પાકિસ્તાની સોશિયલ મિડિયા હેન્ડલ્સની ઓળખ કરવામાં આવી છે, જે હાલની પરિસ્થિતિનો લાભ લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે.
પાકિસ્તાની એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવી રહ્યા છે
પોલીસે જણાવ્યું હતું કે આવા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. આ એ જ સોશિયલ મિડિયા હેન્ડલ્સ છે, જે “ઓપરેશન સિંદૂર” દરમિયાન પણ સક્રિય હતા. તેમનો હેતુ લોકોને ઉશ્કેરવાનો અને વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવવાનો છે. આવા એકાઉન્ટ્સને સતત બ્લોક કરાવવામાં આવી રહ્યા છે.
ફેક કન્ટેન્ટના ભ્રમમાં ન આવો
દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે બાળકોની સુરક્ષા સંબંધિત કોઈ પણ ખોટી, અપ્રમાણિત માહિતી અથવા કન્ટેન્ટના ભ્રમમાં ન આવે. કોઈ પણ પોસ્ટ શેર કરતાં પહેલાં તેની સત્યતા જરૂર ચકાસો. કોઈ પણ અસામાજિક તત્ત્વોને લોકોની લાગણીઓનો લાભ ઉઠાવવા ન દો. પોલીસે વિદ્યાર્થીઓને પણ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવું તેમનો અધિકાર છે અને પોલીસ તેનું સંપૂર્ણ સન્માન કરે છે.
480 Pakistan-based social media handles involved in coordinated misinformation campaigns were identified and blocked.
Delhi Police appeals to students and youth to be wary of such foreign accounts spreading rumours to mislead the situation.@LtGovDelhi #DPUpdates pic.twitter.com/SXzwXosDGr
— Delhi Police (@DelhiPolice) July 23, 2026
ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી
દિલ્હી પોલીસના DCP સુમિત ઝાએ જણાવ્યું હતું કે આ એ જ પાકિસ્તાની સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ છે, જેમણે “ઓપરેશન સિંદૂર” દરમિયાન પણ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હવે આવા એકાઉન્ટ્સને બ્લોક કરાવવામાં આવી રહ્યા છે. પોલીસે લોકોને સતર્ક અને સાવચેત રહેવાની અપીલ કરી છે.




