નવી દિલ્હી: CJPના સ્થાપક અભિજિત દીપકેને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. અભિજિત દીપકે તિરંગા યાત્રા માટે ઘરેથી નીકળ્યા જ હતા, ત્યારે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. આ સાથે દિલ્હી પોલીસે નેહા બોરાની પણ અટકાયત કરી છે. તિરંગા માર્ચ પહેલાં દિલ્હી પોલીસે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે આપણો તિરંગો સર્વોચ્ચ સન્માનનો હકદાર છે. દેશભક્તિ દરેક પ્રવૃત્તિમાં દેખાવી જોઈએ. તિરંગાનું સન્માન કરો અને તેની ગરિમા જાળવી રાખો.
દિલ્હી પોલીસે અભિજિત દીપકેને આપી હતી નોટિસ
CJPની તિરંગા માર્ચ પહેલાં દિલ્હી પોલીસની એક ટીમ અભિજિત દીપકેના ઘરે પહોંચી હતી. પોલીસે તેમને નોટિસ આપીને જણાવ્યું હતું કે કોનોટ પ્લેસમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ છે અને તિરંગા યાત્રા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. જો તેઓ તેમ છતાં કોનોટ પ્લેસ જશે, તો તેને કલમ 163નું ઉલ્લંઘન ગણવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી પોલીસની એક ટીમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા અનીશ ગવાંડેના ઘરે પણ પહોંચી હતી. અભિજિત દીપકે ત્યાં રોકાયા હતા. પોલીસે તેમને ત્યાં જ નોટિસ આપી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે કોનોટ પ્લેસ અને સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં કલમ 163 લાગુ છે, જે હેઠળ ગેરકાયદે રીતે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે.
STORY | CJP leader Abhijeet Dipke detained while leaving for CP protest
Cockroach Janta Party (CJP) leader Abhijeet Dipke was detained from his residence here on Friday while he was leaving to participate in the party’s proposed ‘Lehra Do Tiranga’ protest at Connaught Place, police sources said.
READ: https://t.co/M620aCosDb
— Press Trust of India (@PTI_News) October 16, 2026
તિરંગા યાત્રા કેમ ન કાઢવી જોઈએ? દિલ્હી પોલીસનાં કારણો
- પરવાનગી વિના લોકોને બોલાવ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર સોશિયલ મિડિયા પર પરવાનગી વિના લોકોને 16 ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યે કોનોટ પ્લેસ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ દિલ્હી હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ છે.
- ટ્રાફિક અને નાસભાગનું જોખમ: કોનોટ પ્લેસ વ્યસ્ત બજાર વિસ્તાર છે અને ગોળાકાર માળખું ધરાવે છે. અહીં પ્રવેશવા અને બહાર નીકળવાના રસ્તા મર્યાદિત છે. એક જ સ્થળે ભીડ એકઠી થાય તો આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ શકે છે. નાસભાગની સ્થિતિ સર્જાઈ શકે છે અને કટોકટીના સમયે લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે.
- વેપારીઓને નુકસાન થવાની આશંકા: અહીં શોરૂમ, હોટેલ, રેસ્ટોરાં, બેંક, ઓફિસો અને લારી-ગલ્લાવાળા મોટા પ્રમાણમાં છે. સાંજના સમયે, સપ્તાહના અંતે અને તહેવારોની મોસમમાં કોઈ પણ પ્રકારની અશાંતિ વેપારીઓના વ્યવસાયને અસર કરી શકે છે. પોલીસના જણાવ્યા મુજબ 15 લાખથી વધુ વેપારીઓ અને તેમના કર્મચારીઓ આ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર નિર્ભર છે.






