કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા અભિજીત દીપકેએ વિદ્યાર્થીઓના મુદ્દે સરકાર અને પોલીસ સામે ફરી એકવાર મોરચો માંડ્યો છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરેશાન કરવાનો સિલસિલો આમ જ ચાલુ રહેશે, તો કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં જ એક મોટા અને વ્યાપક પ્રદર્શનનું આયોજન કરશે.
સોશિયલ મીડિયા પર આપ્યો સંદેશ
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “જો પોલીસ તરફથી વિદ્યાર્થીઓને હેરાન કરવાનો સિલસિલો ચાલુ રહેશે, તો કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં જ એક મોટા અને શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન દ્વારા તેનો યોગ્ય જવાબ આપશે. સરકારે વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું અને તેમને પરેશાન કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ.”
If the harassment of students at the hands of the police continues, the Cockroach Janta Party will respond with a massive peaceful protest soon.
The Govt must stop targeting and witch-hunting students.
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 28, 2026
CJP નેતા સૌરવ દાસે પણ આપી હતી આંદોલનની ચેતવણી
અભિજીત દીપકે પહેલાં CJP નેતા સૌરવ દાસે પણ આંદોલન પુનઃ શરૂ કરવાની ચેતવણી આપી હતી. સૌરવ દાસે જણાવ્યું હતું કે જો સરકાર વિદ્યાર્થીઓ સાથે કરેલા વચનોથી ફરી જશે, તો કોકરોચ જનતા પાર્ટીને સમગ્ર દેશમાં ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કરવા માટે મજબૂર થવું પડશે.
સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશ અંગે વ્યક્ત કરી ચિંતા
સૌરવ દાસે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે CJI સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેંચ દ્વારા પસાર કરવામાં આવેલા અંતરિમ આદેશ અંગે ચિંતા દર્શાવી હતી. આ અંતરિમ આદેશમાં સુપ્રીમ કોર્ટે સરકારોને હાલની FIR સાથે આગળ વધવાની અને તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.
સરકારના વચનથી વિપરીત પગલું
આ આદેશ અંગે CJP નું કહેવું છે કે, આ આદેશ સરકાર દ્વારા 25 જુલાઈ 2026 ના રોજ વિદ્યાર્થીઓ સાથે કરેલા એ વચનથી બિલકુલ વિપરીત છે, જેમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવાની અને કોઈ પણ વિદ્યાર્થીને પરેશાન ન કરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી.




