CMના અમેરિકા પ્રવાસથી વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજીના નવા અવકાશ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકાના પ્રવાસ છે. જે ગુજરાતના સર્વાંગી વિકાસને વૈશ્વિક મૂડી, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે જોડવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. ન્યૂયોર્ક ખાતે યોજાયેલી કેટલીક બેઠકો દરમિયાન મુખ્યમંત્રીએ વિખ્યાત નાણાકીય સંસ્થાઓ, ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી તેમજ ‘IBM રિસર્ચ’ સેન્ટરની ખાસ મુલાકાત લીધી હતી.

આ પ્રવાસ દરમિયાન વિવિધ વૈશ્વિક કંપનીઓ સાથે થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓ અને બેઠકોની વિગતો નીચે મુજબ છે:

જૈ.પી. મોર્ગન (JPMorgan): ગિફ્ટ સિટીમાં બિઝનેસ વિસ્તરણ

  • ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાના ‘ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર’ તરીકે વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીએ જેપી મોર્ગનના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.

  • જે.પી. મોર્ગને ગિફ્ટ સિટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી અને પોતાની હાજરી વધુ મજબૂત કરીને બિઝનેસ એક્સપાન્શન (વ્યાપાર વિસ્તાર) કરવાની યોજનાથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

ગોલુબ કેપિટલ (Golub Capital): ફાઇનાન્સ અને બેન્કિંગ ક્ષેત્રે રસ

  • ગોલુબ કેપિટલના ન્યૂયોર્ક ખાતેના કો-પ્રેસિડેન્ટ જેરી કીફ સાથે યોજાયેલી બેઠકમાં કંપનીએ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા ભારે રસ દર્શાવ્યો હતો.

  • આ ઉપરાંત, બેન્કિંગ, ઇન્શ્યોરન્સ (વીમા) અને સ્ટોક એક્સચેન્જ ક્ષેત્રે પોતાના સહયોગી ગ્લોબલ પ્લેયર્સને ગિફ્ટ સિટી સાથે જોડવામાં કંપનીએ સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે.

ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ (Tillman Global): ધોલેરામાં ડેટા સેન્ટર હબ

  • ટિલમેન ગ્લોબલના ફાઉન્ડર અને ચેરમેન સંજીવ આહુજા સાથેની બેઠકમાં ગુજરાત સરકારની ‘પ્રોગ્રેસિવ ડેટા સેન્ટર પોલિસી’ની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

  • આ બેઠકને પરિણામે ધોલેરા (Dholera SIR)ને નેક્સ્ટ-જેન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટરના અગ્રણી ગ્લોબલ હબ તરીકે વિકસાવવાની તકો વધુ મજબૂત બની છે.

ઉબર (Uber): નાના શહેરોમાં કનેક્ટિવિટી અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ

  • પરિવહન ક્ષેત્રની વૈશ્વિક કંપની ઉબર (Uber)એ ગુજરાતના Tier-2 અને Tier-3 (નાના અને મધ્યમ) શહેરોમાં પોતાની સર્વિસ વિસ્તારવામાં મજબૂત રસ દાખવ્યો છે.

  • આ ઉપરાંત, આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી મોટી આંતરરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ્સમાં ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે પરિવહન ભાગીદારી (Transport Partnership) ઊભી કરવા અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ હતી.IBM રિસર્ચ (IBM Research): AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સંશોધન

  • મુખ્યમંત્રીએ ન્યૂયોર્કના યોર્કટાઉન હાઈટ્સ ખાતે આવેલા ‘IBM રિસર્ચ’ની ખાસ મુલાકાત લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં થઈ રહેલા અદ્યતન સંશોધનોની માહિતી મેળવી હતી.

  • ગુજરાતમાં R&D (સંશોધન અને વિકાસ) ક્ષમતાઓને વધુ મજબૂત કરવા નોલેજ શેરિંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત ઇનોવેશન માટે IBM સાથે ઊંડા સહયોગ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સફળ મુલાકાતે ગુજરાત માટે વૈશ્વિક ભાગીદારીનું નવું પરિમાણ ઉમેર્યું છે, જેનાથી આગામી સમયમાં રાજ્યમાં મોટા પાયે રોકાણ, નવી રોજગારી અને અદ્યતન ટેક્નોલોજીનો પ્રવાહ ઝડપી બનશે.