મુંબઈઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રમોશન માટે મુંબઈમાં યોજાયેલા રોડ-શોમાં દેશ-વિદેશના ઉદ્યોગ-નિવેશકારોને “કમ ટુ ગુજરાત – ગ્રો ઇન ગુજરાત – ગ્રો વિથ ગુજરાતનું આહવાન કર્યું હતું. તેમણે વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ, ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટિવ્ઝ અને દેશના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથેના ઇન્ટરેકશન સેશનમાં ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે દેશના ઇન્ડસ્ટ્રિયલ પાવર હાઉસ સાથે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બની ગયું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાત ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથથી અનેક ગણું આગળ વધીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકન્ડક્ટર, ગ્રીન મેન્યુફેક્ચરિંગ જેવાં ઊભરતાં સેક્ટર્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી લીડ લેવા સજ્જ છે. તેમણે કોન્સ્યુલ જનરલ્સ અને ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટિવ્સ અને દેશના અગ્રણી બિઝનેસ લીડર્સને ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીના પાર્ટનર બનવા આમંત્રણ આપતાં કહ્યું હતું કે ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટ કે ઈન્ડસ્ટ્રિયલ યુનિટના સ્થાન તરીકે ન જોતાં તેમના ભવિષ્યના વિકાસનો ટ્રસ્ટેડ પાર્ટનર બનાવે. તમારા નવા આઈડિયાઝ અને નવા ઈન્વેસ્ટમેન્ટ સાથે આવો, ગુજરાત સરકાર હર કદમ પર તમારી મદદ માટે તૈયાર છે..
તેમણે કહ્યું હતું કે દેશની કુલ GDPમાં 8.2 ટકા, મેન્યુફેક્ચરિંગમાં 17 ટકા અને મર્ચન્ડાઈઝ એક્સપોર્ટમાં 25 ટકાનું યોગદાન આપતું ગુજરાત લેબર પીસ, ઝિરો મેન ડેઈઝ લોસ અને સંગીન લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને કારણે વિશ્વભરના રોકાણકારોનું ફર્સ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
Come to Gujarat, Grow in Gujarat, Grow with Gujarat!
Guided by PM @narendramodi Ji’s vision, Gujarat is accelerating towards becoming a $3.5 Trillion economy.
Through targeted regional master plans and an enabling ecosystem, Gujarat continues to turn policies into ground… pic.twitter.com/Gi00jOM2BX
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 3, 2026
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનના તાજેતરના રિપોર્ટ્સમાં જણાવ્યાં અનુસાર ગુજરાતના રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરોમાં સૌથી વધુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્ટેટ છે તેનું ગૌરવ કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાત હવે જેટ સ્પીડથી વિકાસ માટે સંપુર્ણ રીતે તૈયાર છે અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પ સાથે રાજ્યને 3.5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું અમારું લક્ષ્ય છે. યહી સમય હૈ સહી સમય હૈના વડા પ્રધાને આપેલા વિચારને વાસ્તવિક રૂપ આપવા તેમણે આગામી 10, 11, 12 જાન્યુઆરી, 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાનું દેશ-વિદેશના ઈન્ડસ્ટ્રીઝ લીડર્સને ભાવભર્યુ આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે, ગુજરાત નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે દેશનું સૌથી સુરક્ષિત અને અનુકૂળ રાજ્ય છે. મુખ્ય સચિવે રાજ્યના સુદ્રઢ ઔદ્યોગિક માળખાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઈકોનોમિક માસ્ટર પ્લાન, બહેતર રોડ કનેક્ટિવિટી, એરપોર્ટ અને પોર્ટ્સનો વ્યાપક વિકાસ થયો છે તેના પરિણામે આજે સમગ્ર દેશના કુલ કાર્ગો હેન્ડલિંગના ૪૦ ટકા જેટલું કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. આ ઈન્ટરેક્શન સેશનમાં મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા મુંબઈના અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને વિવિધ ઈન્ડસ્ટ્રી એસોસિયેશનના પદાધિકારીઓ જોડાયા હતા.




