ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયે વિધાનસભામાં નિયમ 110 હેઠળ અનેક મોટાં એલાન કર્યાં છે. તેમાં મહિલાઓને મફત બસ મુસાફરી, દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરી જેવી યોજનાઓ સામેલ છે.

મહિલાઓને તમામ બસોમાં મફત મુસાફરી
મુખ્ય મંત્રી વિજયે મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધાનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. ‘વેટ્રી યાત્રા’ યોજના હેઠળ બીજી ઓક્ટોબરથી મહિલાઓ રાજ્યભરની સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે. હવે આ સુવિધા સામાન્ય બસોની સાથે એક્સપ્રેસ અને ડીલક્સ બસોમાં પણ ઉપલબ્ધ રહેશે. મહિલાઓને મફત મુસાફરીનો લાભ લેવા માટે આવકની કોઈ મર્યાદા રહેશે નહીં અને મુસાફરીની સંખ્યા પર પણ કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર
મુખ્ય મંત્રીએ ‘અન્નાપૂર્ણી સુપર 6’ યોજના હેઠળ દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ યોજના આગામી પોંગલથી શરૂ કરવામાં આવશે. સરકાર લાભાર્થીઓના બેંક ખાતામાં ત્રણ ગેસ સિલિન્ડરની રકમ સીધી ટ્રાન્સફર કરશે. આ યોજના માટે દર વર્ષે આશરે 4000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે.
STORY | Tamil Nadu CM Vijay announces more free buses for women; 3 free cooking gas cylinders
Tamil Nadu Chief Minister C Joseph Vijay on Monday announced expansion of the fare-free bus travel scheme for women and made services such as deluxe and express free for beneficiaries.… pic.twitter.com/qLgMCiUrGu
— Press Trust of India (@PTI_News) August 24, 2026
ટ્રાન્સજેન્ડર લોકોને પણ મફત બસ મુસાફરી
મુખ્ય મંત્રી વિજયે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પણ મોટી જાહેરાત કરી છે. ‘વેટ્રી યવન’ યોજના હેઠળ બીજી ઓક્ટોબરથી ટ્રાન્સજેન્ડર લોકો રાજ્યભરમાં મફત બસ મુસાફરી કરી શકશે. આ સુવિધા સામાન્ય બસોની સાથે એક્સપ્રેસ અને LSS બસોમાં પણ ઉપલબ્ધ રહેશે.
પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટ અંગે પણ જાહેરાત
વિધાનસભામાં મુખ્ય મંત્રી વિજયે પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટને પડતો મૂકવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે મહિલાઓ અને અન્ય વર્ગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી.




