નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શનિવારે પોતાના સહયોગી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ની ટીકા કરી હતી. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકનને સમર્થન આપવાના તેમના નિર્ણયને લઈને કોંગ્રેસે આ ટીકા કરી છે. કોંગ્રેસે યાદ અપાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં તેણે રાજ્યસભાની એક બેઠક પરનો પોતાનો દાવો છોડી દીધો હતો, જેથી પક્ષના પ્રમુખ શરદ પવાર ફરીથી ચૂંટાઈ શકે.

મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર શરદ પવાર અને એનસીપી (એસપી)નાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેને યાદ અપાવ્યું હતું કે કોંગ્રેસે 85 વર્ષીય નેતાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું, જ્યારે તે બેઠક પર કોંગ્રેસનો પણ દાવો હતો.
કોંગ્રેસ શરદ પવારની સાથે મજબૂતીથી ઊભી રહી
પક્ષે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી 85 વર્ષની ઉંમરે શરદ પવારને ફરી રાજ્યસભામાં મોકલવા માટે અંત સુધી તેમની સાથે મજબૂતીથી ઊભી રહી હતી. માર્ચ, 2026માં મહારાષ્ટ્રની રાજ્યસભાની 7 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી) પાસે માત્ર 10 ધારાસભ્યો હતા. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 36 મતની જરૂર હતી. કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો હતા, જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાસે 20 ધારાસભ્યો હતા.
મહારાષ્ટ્ર કોંગ્રેસે વધુમાં દાવો કર્યો હતો કે સુપ્રિયા સુળેએ શરદ પવારની ઉમેદવારી માટે કોંગ્રેસના નેતાઓ પાસે સમર્થન માગ્યું હતું. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે કોઈ પણ ખચકાટ વિના સંમત થયા હતા. કોંગ્રેસે પોતાની બેઠક પરનો દાવો છોડી દીધો અને શરદ પવારની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ તેમને સમર્થન આપ્યું હતું અને મહા વિકાસ આઘાડીએ સર્વસંમતિથી તેમની ઉમેદવારીને મંજૂરી આપી હતી. અને હવે શું? પરિસીમન કાયદાના સંદર્ભમાં એ જ શરદ પવાર, સુપ્રિયા સુળે અને તેમની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) હવે ભાજપ સરકારને સમર્થન આપવા જઈ રહી છે.
शरद पवार साहेबांना वयाच्या ८५व्या वर्षी पुन्हा राज्यसभेवर पाठवण्यासाठी काँग्रेस पक्ष शेवटपर्यंत त्यांच्या पाठीशी ठामपणे उभा राहिला होता…
मार्च २०२६ मध्ये महाराष्ट्रातील राज्यसभेच्या ७ जागांसाठी निवडणूक होणार होती. राष्ट्रवादी काँग्रेस (शरदचंद्र पवार) पक्षाकडे अवघे १० आमदार होते. एका उमेदवाराला निवडून येण्यासाठी ३६ मतांची आवश्यकता होती. काँग्रेसकडे १६, तर शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) पक्षाकडे २० आमदार होते.
सुप्रिया सुळे यांनी शरद पवार साहेबांच्या उमेदवारीसाठी काँग्रेस नेतृत्वाकडे पाठिंबा मागितला. राहुल गांधी आणि मल्लिकार्जुन खरगे यांनी कोणतेही आढे वेढे न घेता सकारात्मक भूमिका घेतली. काँग्रेसने स्वतःच्या जागेवरील दावा बाजूला ठेवत शरद पवार साहेबांच्या उमेदवारीला पाठिंबा दिला. त्यानंतर शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) पक्षानेही त्यांना पाठिंबा दिला आणि महाविकास आघाडीने एकमताने त्यांची उमेदवारी निश्चित केली.
आणि आता काय?
परिसीमन कायद्याच्या पार्श्वभूमीवर तेच शरद पवार साहेब, सुप्रीया सुळे ताई आणि त्यांचा राष्ट्रवादी काँग्रेस (शरदचंद्र पवार) पक्ष भाजप सरकारला पाठिंबा देणार आहेत.
— Maharashtra Congress (@INCMaharashtra) November 27, 2026
એનસીપી (એસપી)એ સીમાંકનને સમર્થન આપવાની પુષ્ટિ કરી
કોંગ્રેસની આ ટીકા એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે કરેલી જાહેરાત બાદ આવી છે. તેમણે કહ્યું હતું કે શરદ પવાર સાથે ચર્ચા કર્યા બાદ તેમની પાર્ટી પ્રસ્તાવિત સીમાંકન પ્રક્રિયાને સમર્થન આપશે.
સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું
પ્રસ્તાવિત સીમાંક વિધેયક હેઠળ લોકસભાની હાલની 543 બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાની યોજના છે. તેમાંથી 815 બેઠકો રાજ્યોને અને બાકીની 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવશે.




