અમદાવાદ: રથયાત્રા રૂટ પર ગત વર્ષે ગજરાજ તોફાને ચઢેલા. ભીડથી ભડકેલા હાથીની નાસભાગમાં ઘણાં લોકો ઘવાયાં.
એ ગજરાજને આ વર્ષે ટોળા વચ્ચે રહેવાની તાલીમ અપાઈ. જગન્નાથ મંદિર પરિસરની સામેના સંકુલમાં હાથીનો રંગો સાથે શણગાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
જેમાં દોડા દોડ કરનાર બાબુ સહિતના તમામ હાથી પર વિવિધ રંગો સાથે ભગવાન કૃષ્ણ, ફૂલોની સાથે વિવિધ ડિઝાઈન સાથે સજાવવામાં આવી રહ્યા છે.

મહાવતની સાથે અનેક કલાકારો, ભાવ અને ભક્તિ સાથે ગજરાજના શણગારની સેવા આપી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)






