નવી દિલ્હી:લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દીવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંદેશ શેર કરીને દેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પારસ્પરિક સૌહાર્દ જળવાઈ રહે તેવી કામના કરી છે.
View this post on Instagram
રાહુલ ગાંધીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “આપ સૌને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! દરેક ઘર-આંગણે ખુશીઓ અને સમૃદ્ધિના દીવા પ્રજ્વલિત થાય. આ પવિત્ર તહેવાર સમગ્ર ભારતમાં સુખ, શાંતિ, ભાઈચારો અને નવી આશાનો પ્રકાશ લઈને આવે.”
દીવાળીના આ શુભ તહેવાર પર કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge સહિત દેશના અન્ય દિગ્ગજ નેતાઓએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા અસત્ય, અજ્ઞાન અને અન્યાયના અંધકારને દૂર કરી સમાજમાં સમાનતા, ન્યાય અને સદ્ભાવનાનો દીવો પ્રગટાવવા માટેનો સંદેશ આપ્યો છે.






