અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈને ચૂંટણી પંચની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
લોકશાહીની હત્યા કરી વોટ ચોરી કરનારા ભાજપના મળતિયાઓ સામે લડાઈ આરપારની છે,
ગદ્દારોને જેલ ભેગા કરીને જ જંપીશું..#देश_का_गद्दार_ज्ञानेश_कुमार pic.twitter.com/rGwGakkSS3— Gujarat Congress (@INCGujarat) September 29, 2026
આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કાર્યકરોએ ‘વોટ ચોર ગદ્દી છોડ’ જેવા તીખા સૂત્રોચ્ચાર કરીને વિસ્તારને ગંજવી મુક્યો હતો.
-
સંકેતાત્મક રેલી: આ પ્રદર્શન દરમિયાન એક કાર્યકરના ચહેરા પર માસ્ક પહેરાવી તથા દોરડા વડે બાંધીને રેલીમાં લાવવામાં આવ્યો હતો. આ દ્વારા કોંગ્રેસે લોકશાહી અને વર્તમાન ચૂંટણી પ્રક્રિયાની પરિસ્થિતિ સામે સંકેતાત્મક વિરોધ દર્શાવ્યો હતો.
-
ધરણા અને નારેબાજી: પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અન્ય અગ્રણીઓની અગવાઈમાં કાર્યકરોએ રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા હતા.
-
પોલીસ બંદોબસ્ત: વિરોધ પ્રદર્શનને પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદાર યાદી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.






