નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી-NCRમાં વધતાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પાંચ નવેમ્બરથી 20 નવેમ્બર સુધી રાજધાની ક્ષેત્ર (NCR)માં બાંધકામ અને તોડફોડ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન તમામ સંબંધિત એજન્સીઓને આદેશનું કડક પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં પ્રદૂષણનું સ્તર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
હકીકતમાં, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યાનુસાર બુધવાર અને ગુરુવારે દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200થી ઉપર એટલે કે ‘ખરાબ’ શ્રેણીમાં રહ્યો હતો. જોકે શુક્રવારે સવારે ચાર વાગ્યા સુધીમાં તેમાં સુધારો નોંધાયો હતો અને AQI ઘટીને 133 પર પહોંચ્યો હતો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે.
વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો
દિલ્હીમાં ગુરુવારે રાત્રે સતત થયેલા વરસાદને હવાની ગુણવત્તામાં સુધારાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન અને જામિયા મિલિયા ઇસ્લામિયા સહિત અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. જેને કારણે દિલ્હી-NCRના હવામાનમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો.
VIDEO | On the Delhi-NCR air pollution action plan, Union Minister Bhupender Yadav says, “Pavan-I3C stands for the Platform for Air Quality Vigilance and Analytics for NCR – Integrated Control and Command Centre. It is commendable that this platform has been launched today. I had emphasised that it should be developed to a standard that would allow us to share information transparently with the media. Most importantly, a mechanism has been put in place to address citizens’ complaints. We are appointing nodal officers for every hotspot to ensure that complaints are forwarded directly to the concerned officers for action. This is what we call a ‘Whole-of-Government’ approach.”
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) October 30, 2026
આ પહેલાં હવામાન વિભાગ (IMD)એ 29 ઓક્ટોબરે દિલ્હી અને આસપાસના NCR જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. વિભાગે આગામી 24થી 48 કલાક દરમિયાન વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી હતી. ત્યારબાદ નવેમ્બરની શરૂઆતમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, વરસાદને કારણે AQIમાં કામચલાઉ સુધારો થયો હોવા છતાં સરકાર પ્રદૂષણને લઈને સતર્ક છે. આ જ કારણસર 5થી 20 નવેમ્બર સુધી બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




