રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વોટબેંકના લાલચમાં કોંગ્રેસે ‘વંદે માતરમ્’ને ભુલાવી દીધું હતું. જોકે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રાષ્ટ્રીય ગાનને ફરી એક નવું આયુષ્ય આપવાનું કામ કર્યું છે.
અમિત શાહે દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટી મુખ્યાલય ખાતે જ્યારે ‘વંદે માતરમ્’ ગવાઈ રહ્યું હતું, ત્યારે તે દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષને આ ગાન રોકવા માટે કહ્યું હતું. આ ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા તેમણે કહ્યું, “સોનિયા ગાંધીનું આ પાપ દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. 80 વર્ષ બાદ જ્યારે બંકિમ બાબુનું આ અમર ગાન ફરીથી સન્માન પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે તે પણ સોનિયા ગાંધીને રાસ નથી આવી રહ્યું. સોનિયાજી, 140 કરોડની જનતા તમને જોઈ રહી છે.”
Delhi: Visuals from the Independence Day celebrations held at Indira Bhawan.
Congress President Mallikarjun Kharge, CPP Chairperson Sonia Gandhi, and Lok Sabha LoP Rahul Gandhi participated in the celebrations.
(Source: Congress) pic.twitter.com/ay97S5mT6o
— IANS (@ians_india) August 15, 2026
તેમણે ઉમેર્યું કે કોઈ સ્વપ્નમાં પણ કેવી રીતે વિચારી શકે કે ‘વંદે માતરમ્’ને અધૂરું છોડી દેવાય? કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ. જો થોડી પણ શરમ બચી હોય તો બંને હાથ જોડીને બંકિમ બાબુની અમર આત્મા અને દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે મળીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સભાને સંબોધતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અટલજી 3 વાર દેશના વડાપ્રધાન રહ્યા હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ 1999 માં પોખરણ અણુ પરીક્ષણ થયું અને એ જ વર્ષે ભારતે કારગિલ યુદ્ધ જીત્યું હતું. આ જ કાર્યને આગળ ધપાવતા વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા ભારતને વિશ્વ પટલ પર એક સશક્ત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે.
બીજી તરફ, આ મામલે કર્ણાટકના મંગલુરુ ખાતે ભાજપ નેતા વિકાસ પુત્તુરે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે ઉરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીએ ‘વંદે માતરમ્’ને વચ્ચેથી જ અટકાવવા કહ્યું હતું. ભાજપ કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચેલા પુત્તુરે આ મામલે તાત્કાલિક FIR નોંધી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.






