નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનમાં ખેંચતાણ અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે સત્તાવાર સહમતી બની શકી નહોતી. તે દરમિયાન સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પાંચ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

સપા દ્વારા જાહેર કરાયેલી બેઠકોમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાની બેહટ અને સહારનપુર ગ્રામ્ય બેઠકોનો સમાવેશ થાય છે, જેના પર કોંગ્રેસ પોતાનો મજબૂત દાવો કરી રહી હતી. સપાના આ પગલાથી સહારનપુરના કોંગ્રેસના લોકસભા સાંસદ ઈમરાન મસૂદ ભારે નારાજ હોવાનું કહેવાય છે. તેમણે સીધા જ સપાની નિયત પર સવાલો ઉઠાવ્યા છે.
‘તમે અમારી સાથે લડવા માંગો છો કે ભાજપ સામે?’
સપાની પ્રથમ યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અખિલેશ યાદવની વ્યૂહરચના અને ગંભીરતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી લાગે છે કે આ મામલે ગંભીરતાનો અભાવ છે. જ્યારે તમે મારી સામે જ ઉમેદવાર જાહેર કરી દીધો છે, ત્યારે મને સમજાતું નથી કે તમે મારી સામે, કોંગ્રેસ સામે લડવા માગો છો કે ભાજપ સામે? આ નક્કી કરવું પડશે કે તમે ભાજપ સામે લડવા માગો છો કે અમારી સામે? આ અંગે હું બીજું શું કહી શકું?
VIDEO | Lucknow: As Samajwadi Party releases list of five candidates for UP Polls, Congress MP Imran Masood (@Imranmasood_Inc) says, “Whatever is happening here, it seems that there is a lack of seriousness in this matter. There is a lack of seriousness because while you (Samajwadi Party) are holding talks on one side, you are making declarations on the other, which indicates that this is not being taken seriously. Discussions were being held in a serious manner, and people were sitting together and talking seriously, but suddenly this has happened. So, now we will discuss within our party what we should do, whether we should sit for talks or not, because the decision on what to do in this situation will be taken by the party. When you have made this declaration against me, I don’t understand whether you want to fight me, the Congress, or the BJP? It has to be decided, doesn’t it, whether you want to fight the BJP or fight us? So, what can I say about this?”
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 25, 2026
અખિલેશ યાદવનો પત્ર: ‘બેઠકો નહીં, જીતના સમીકરણ પર વિચાર થવો જોઈએ‘
ઉમેદવારોની જાહેરાતના થોડા સમય પહેલાં સપાના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મિડિયા પર એક ખુલ્લો પત્ર શેર કર્યો હતો. તેમાં તેમણે કોંગ્રેસને જીતને આધારે બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલા સમજાવ્યો હતો.




