ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મોટો નિર્ણય લીધો છે. લોકપ્રિય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે ફક્ત ક્લબ માટે જ રમશે.

પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Footballer Cristiano Ronaldo)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હોવાના અહેવાલ છે. આ સાથે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ સાથેની તેમની 23 વર્ષ લાંબી સફરનો અંત આવવાની વાત સામે આવી છે. પાંચ વખત બેલોન ડી’ઓર જીતી ચૂકેલા રોનાલ્ડોના આ નિર્ણયથી દુનિયાભરના ફૂટબોલ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે.
18 વર્ષની ઉંમરે શરૂ કરી હતી સફર
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો(Footballer Cristiano Ronaldo) એ 20 ઓગસ્ટ 2003ના રોજ માત્ર 18 વર્ષની ઉંમરે કઝાકિસ્તાન સામેની મેચથી પોર્ટુગલ માટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ લાંબી સફર દરમિયાન તેમણે પોર્ટુગલ માટે 234 મેચ રમીને 146 ગોલ કર્યા છે. આ ઉપરાંત તેમના નામે 46 આસિસ્ટ પણ નોંધાયેલા છે.
6 FIFA વર્લ્ડ કપ રમવાનો ઐતિહાસિક રેકોર્ડ
રોનાલ્ડોએ 2006માં જર્મનીમાં પ્રથમ FIFA વર્લ્ડ કપ રમ્યો હતો. ત્યારબાદ 2010, 2014, 2018, 2022 અને 2026ના વર્લ્ડ કપમાં પણ પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આમ, તેઓ છ અલગ-અલગ વર્લ્ડ કપમાં રમનાર પ્રથમ ખેલાડી બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપમાં 11 ગોલ, પરંતુ ટ્રોફીનું સપનું અધૂરું
રોનાલ્ડોએ પોતાના વર્લ્ડ કપ કરિયરમાં 27 મેચ રમીને કુલ 11 ગોલ કર્યા હોવાના અહેવાલ છે. જોકે, આટલી શાનદાર કારકિર્દી હોવા છતાં તેઓ અત્યાર સુધી વર્લ્ડ કપની ટ્રોફી જીતી શક્યા નથી. 2006માં પોર્ટુગલની ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી અને ચોથા સ્થાને રહી હતી.
હવે રોનાલ્ડો ક્લબ ફૂટબોલમાં પોતાની સફર આગળ વધારીને કારકિર્દીના 1000 ગોલના ઐતિહાસિક આંકડા સુધી પહોંચવાનું લક્ષ્ય રાખી શકે છે.






