વાવાઝોડું ‘અર્નબ’ વેરશે વિનાશ? નવ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અર્નબ’ હવે વધુ ભયાનક બન્યું છે. તેને કારણે આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી લઈને અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)એ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ખાસ કરીને ખરાબ હવામાનની આગાહી કરી છે. આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પહોંચતાં પહેલાં આ વાવાઝોડું ‘અતિ ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર ‘અર્નબ’ પૂર્વ-મધ્ય અને તેની નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર સક્રિય હતું.

હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્ર સરકાર અને અસરગ્રસ્ત રાજ્યોના વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે શાળાઓ બંધ કરી દીધી છે, દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે અને બચાવ ટુકડીઓને સતર્ક રાખવામાં આવી છે.

ચક્રવાત ‘અર્નબ’ને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ સાવચેતીના ભાગરૂપે અનેક ટ્રેનો રદ કરી છે.

આ ચક્રવાતી સિસ્ટમ લગભગ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ‘અર્નબ’ 28 ઓક્ટોબરની સવાર સુધીમાં આંધ્ર પ્રદેશ અને યમનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની શક્યતા

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 27 અને 28 ઓક્ટોબરે અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 29 ઓક્ટોબરે પણ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન તેજ પવન, આંધી અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઓડિશામાં પણ ભારે વરસાદનું જોખમ છે. હવામાન વિભાગે 27 અને 28 ઓક્ટોબરે અતિ ભારે વરસાદ તથા 29 ઓક્ટોબરે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

તેલંગાણા અને છત્તીસગઢમાં પણ વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે તેલંગાણામાં 27 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી આપી છે. 28 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. 29 ઓક્ટોબરે પણ ભારે વરસાદ સાથે આંધી, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે.

પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા

. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 29 અને 30 ઓક્ટોબરે અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 31 ઓક્ટોબરે ભારે વરસાદ સાથે આંધી, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે.