નવી દિલ્હીઃ તિરુપરંકુન્દ્રમ પહાડી પર દીપમ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મદુરાઈ પોલીસે ભાજપ અને હિન્દુ સંગઠનોના 300 સભ્યો સામે કેસ નોંધ્યા છે. મંગળવારે આ લોકોએ તિરુપરંકુન્દ્રમ પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ પર દીપમ પ્રગટાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બુધવારે મદુરાઈ પોલીસના હવાલાથી આ માહિતી આપી હતી.
પોલીસે પ્રદર્શનકારીઓ સામે છ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં મંજૂરી વિના ગેરકાયદે ભેગા થવું, જાહેર શાંતિ ભંગ કરવી, વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવી અને સરકારી કર્મચારીઓને તેમની ફરજો બજાવતા અટકાવવા જેવા આરોપો સામેલ છે. દીપથૂન પથ્થરના સ્તંભ પર દીવો ન પ્રગટાવવામાં આવતાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ છતાં ત્યાં કાર્તિગઈ દીપમનો દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. જોકે વાર્ષિક ઉત્સવ અંતર્ગત તિરુપરંકુન્દ્રમ પહાડી પર આવેલા ઉચિ પિલ્લૈયાર મંદિરની ઉપર મહાદીપમ પ્રગટાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
સુબ્રમણ્ય સ્વામી મંદિર સાથે સંકળાયેલા પૂજારીઓની એક નાની ટીમે દીપ પ્રજ્વલનની વિધિ પૂર્ણ કરી હતી. બીજી તરફ, નિર્ધારિત સમય પહેલાં જ દીપથૂન સ્તંભ પાસે પોલીસ કર્મચારીઓ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સાંજે છ વાગ્યે દીપથૂન પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

વકીલ અને હિન્દુ મુન્નાનીના અરજદાર નિરંજન એસ. કુમારે આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર પર સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશનું જાણીજોઈને પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
STORY | Deepam row: BJP accuses Rahul, INDIA bloc of double standards on Constitution
The BJP on Wednesday targeted the INDIA alliance and Congress leader Rahul Gandhi over the Karthigai Deepam row, accusing the Tamil Nadu government of defying the Supreme Court’s directions and showing contempt for the Constitution.
READ: https://t.co/STgnrykDF4
— Press Trust of India (@PTI_News) November 25, 2026
તેમણે કહ્યું હતું કે અમને બધાને વિશ્વાસ હતો કે સરકાર તિરુપરંકુન્દ્રમ દીપથૂન પર દીવો પ્રગટાવવા માટે તાત્કાલિક પગલાં લેશે. અમે બધા અહીં અધિકારીઓ દ્વારા દીવો પ્રગટાવવામાં આવે તે જોવા માટે એકત્ર થયા હતા. દુર્ભાગ્યે, સાંજે 6:02 વાગ્યે ઉચિ પિલ્લૈયાર ખાતે દર વર્ષની જેમ દીવો પ્રગટાવવામાં આવ્યો. તેનો અર્થ એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું ચોક્કસપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તામિલનાડુ ભાજપનાં નેતા તમિલિસાઈ સુંદરરાજને પણ આ મામલે રાજ્ય સરકારની કામગીરીની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે અને રાજકીય જૂથો સાથે અલગ-અલગ વ્યવહાર કરી રહી છે.




